ઘોઘારી લોહાણા મહાજન-સુરતના પ્રમુખપદે શૈલેશ સોનપાલની સર્વાનુમતે વરણી

ઘોઘારી લોહાણા મહાજન-સુરતના પ્રમુખપદે શૈલેશ સોનપાલની સર્વાનુમતે વરણી

Spread the love

   ઘોઘારી લોહાણા મહાજન-સુરતના પ્રમુખપદે શૈલેશ સોનપાલની સર્વાનુમતે વરણી

દક્ષીણ ગુજરાતના મુખ્ય મથક અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં લોહાણા સમાજની અનેક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે ઘોઘારી લોહાણા મહાજન સુરતનું નામ સૌથી ઉપર લેવું પડે તેવી તેની કામગીરી છે. તાજેતરમાં મહાજનના અગ્રણીઓ અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં નવા પ્રમુખની પસંદગી હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌએ એક અવાજે અને સર્વ સંમતિથી શૈલેશ સોનપાલનું નામ આગળ કરતા શૈલેશ સોનપાલને ઘોઘારી લોહાણા મહાજન-સુરતના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ઉપપ્રમુખ તરીકે શક્તિશાળી યુવાનેતા અને સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટની પસંદગી કરવામાં આવી હતી.

શૈલેશ સોનપાલ હાલમાં લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા લોહાણા મહાપરીષદમાં દક્ષિત ઝોનના પ્રમુખ તરીકે ખુબ સુંદર કામગીરી કરી રહ્યા છે, અખિલ ગુજરાત લોહાણા સમાજમાં પણ તેઓએ ખજાનચી તરીકે કામગીરી કરેલ છે. લોહાણા સમાજની અનેક સંસ્થાઓને અને અનેક વ્યક્તિઓને જયારે જયારે કોઈ મદદની જરૂર પડી હશે ત્યારે ત્યારે શૈલેશ સોનપાલ દાતા બની સંસ્થાઓ અને સમાજની પડખે ઉભા રહ્યા છે. તેઓ ભાષણ કે મંચના વ્યક્તિ નથી પરંતુ તેમની પાસે કામગીરી કરવાની અદભૂત કાબેલિયત છે અને તેનો અગામી સમયમાં લોહાણા સમાજને ચોક્કસ લાભ મળશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *