ગાંધીનગર ખાતે આવેલ પી.ડી.પી.યુ. યુનીવર્સીટીના કેમ્પસમાં બોગસ પત્રકારોનો ત્રાસ : વિદ્યાર્થીને લખ્યો ખુલ્લો પત્ર

ગાંધીનગર ખાતે આવેલ પી.ડી.પી.યુ. યુનીવર્સીટીના કેમ્પસમાં બોગસ પત્રકારોનો ત્રાસ : વિદ્યાર્થીને લખ્યો ખુલ્લો પત્ર

Spread the love

ગાંધીનગર ખાતે આવેલ પી.ડી.પી.યુ. યુનીવર્સીટીના કેમ્પસમાં બોગસ પત્રકારોનો ત્રાસ : વિદ્યાર્થીને લખ્યો ખુલ્લો પત્ર

ગાંધીનગર ખાતે આવેલ પંડિત દીનદયાળ પેટ્રોલીયમ યુનીવર્સીટી કેમ્પસમાં ચાલતી દાદાગીરી અને ગુંડાગીરીની ખબર આજે સામે આવી છે, પી.ડી.પી.યુ.માં જ ભણતી એક વિદ્યાર્થીની એ પત્ર વાયરલ કરી પોલીસની મદદ માંગી છે, જેમાં તેના જણાવ્યા મુજબ આ યુનિ.માં ભણતા અનેક વિદ્યાથીઓ પોતાના વાહનો પર પ્રેસ અને મીડિયાના સ્ટીકર લગાવી અનેક કાળા અને ખોટા કામ કરી રહ્યા છે, ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલ એક નામાંકિત અને પ્રતિષ્ઠિત યુનિ.માં આવું કૃત્યુ ખરેખર શરમજનક કહી શકાય આ કોલેજમાં ભણતી દીકરીઓ કઈ હદે કંટાળી હશે કે નાનામો પત્ર લખી પોલીસની મદદ માંગવી પડી હશે..

આ અંગે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીશ્રીએ તાત્કાલિક અંગત રસ લઇ બની બેઠેલા બોગસ અને ભૂતિયા પત્રકારોને યાદ રહી જાય તેવો પાઠ ભણાવી દેવો જોઈએ અને અહી ભણતી દીકરીઓને એ ભરોસો આપવો જોઈએ કે તેઓ હરહાલમાં ગાંધી અને સરદારની ભૂમિ ગુજરાતમાં સુરક્ષિત છે.

નામ સરનામાં કે સહી વગરના આ પત્ર એ હાલ તો પી.ડી.પી.યુ.માં ચાલતી અનેક ખોટી બાબતોને ઉજાગર કરી દીધી છે, હવે પોલીસ ન્યાયિક તપાસ કરી સાચા ગુનેગારોને ક્યારે પકડે છે તે જોવાનું રહ્યું.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *