ઠક્કર પરિવાર-અમદાવાદ દ્વારા આવતીકાલે યોજાશે સરસ્વતી સન્માન સમારંભ

ઠક્કર પરિવાર-અમદાવાદ દ્વારા આવતીકાલે યોજાશે સરસ્વતી સન્માન સમારંભ

Spread the love

અમદાવાદ લોહાણા સમાજની સંસ્થા ઠક્કર પરિવાર દ્વારા દરવર્ષ માફક ચાલુ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. અમદાવાદના ટાગોર હોલ ખાતે રવિવારે તા.૨૮.૦૮.૨૦૨૨ ના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ બપોરે ૨.૩૦ વાગે શરુ થશે જેનું ઉદ્ઘાટન શ્રી ધીરુભાઈ રૂપારેલીયા કરશે. આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ માટે ઇનામની રકમ ઇલાબેન કનુભાઈ ઠક્કર અને કનુભાઈ ગોરધનભાઈ ઠક્કર તરફથી મળેલ છે.

આ કાર્યક્રમનું સાથે લોહાણા પરિવાર તરફથી લોહાણા સમાજમાં જીવનભર શ્રેષ્ઠ કામગીરી કરનાર મહાનુભાવોનું મરણોત્તર સન્માન કરવામાં આવશે જે નામ આ મુજબ છે. શ્રી મહેન્દ્રભાઈ છોટાલાલ ઠકકર (ઈમેજ સ્કુલ), શ્રી રસિકભાઈ અખાણી (કચ્છ-બનાસકાંઠા રોડવેઝ),શ્રી પરસોત્તમભાઈ ગોકલાણી, શ્રી મધુભાઈ કાન્તિલાલ કોટક, શ્રી નવનીતલાલ ટી.ઠક્કર, શ્રી નારણભાઈ પી.ઠક્કર, શ્રી ગોવિંદભાઈ એન.ઠક્કર, શ્રી હિંમતભાઈ વી.પુજારા, શ્રી કિશોરભાઈ ટી.પુજારા તથા શ્રી વિજયભાઈ રમણલાલ ઠક્કર બારેજડી વાળાનું મરણોત્તર સન્માન કરવામાં આવશે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *