ગુજરાતનલોહાણાઓની માતૃસંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ પર ઠાકોરભાઈ ઠક્કર દ્વારા થઇ રહેલો ખુલ્લેઆમ બળાત્કાર

ગુજરાતનલોહાણાઓની માતૃસંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ પર ઠાકોરભાઈ ઠક્કર દ્વારા થઇ રહેલો ખુલ્લેઆમ બળાત્કાર

Spread the love

ગુજરાત લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજનો પાયો અંદાજે પચાસ વર્ષ કરતા વધુ સમય પહેલા નંખાયો હતો, લોહાણા સમાજના અગ્રણીઓ અને દાતાઓ આ સંસ્થાનું પ્રમુખપદ શોભાવી ચુક્યા છે અને લોહાણા સમાજના અનેક પરિવાર માટે અનેક સારા કામો આ સંસ્થા દ્વારા થયેલા છે. છેલ્લા કેટલાક વર્ષોથી લોહાણા સમાજના સત્તા લાલચુ અને સત્તા ભૂખ્યા લોકો દ્વારા સમાજની આ સંસ્થા પર ગેરબંધારણીય રીતે કબજો કરી લેવામાં આવ્યો છે. જે સમગ્ર લોહાણા સમાજ માટે ખુબ જ શરમજનક વાત છે.

અખિલ ગુજરાત લોહાણા સમાજ સંસ્થા વર્ષો જૂની છે પરંતુ તેની વિધિવત સ્થાપના વર્ષ ૨૦૦૧ માં અમદાવાદ ચેરીટી કમિશ્નર ઓફીસ ખાતે કરવામાં આવી હતી, જેમાં ટ્રસ્ટ બનાવી રજુ કરનાર તરીકે રસિકભાઈ ઠક્કર બોડેલીવાળાનું નામ છે જયારે અન્ય ટ્રસ્ટીઓ તરીકે અનુક્રમે બાબુભાઈ વાલજીભાઈ કારિયા, ડો.નંદલાલ માનસેતા, અમૃતભાઈ આર. ઠક્કર, ઠાકોરભાઈ વી.ઠક્કર, તથા પ્રવીણભાઈ બી.વિઠ્ઠલાણી નોંધાયેલ છે. ટ્રસ્ટમાં નોંધાવ્યા મુજબ ઠાકોરભાઈ ઠક્કર ને આજીવન મેનેજીંગ ટ્રસ્ટી જાહેર કરવામાં આવેલ છે. ઉપરોક્ત ટ્રસ્ટ બનાવ્યા બાદ લોહાણા સમાજમાંથી દાન,ભેટ,ફંડ ફાળા નિમિત્તે લાખો રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા હતા જેનો આજદિન સુધી સમાજને કે સમાજની કોઈ સંસ્થાને કે સમાજના કોઈ આગેવાનને હિસાબ આપવામાં આવ્યો નથી. ઠાકોરભાઈ ઠક્કર પોતાના પિતાની જાગીર હોય તેવી રીતે વર્તન કરી સમાજની આ સંસ્થાને બાનમાં રાખી સમાજને પોતાના ઈશારે નચાવવાનો નિર્લજ્જ પ્રયાસ કરી રહ્યા છે. જાણકારો પાસેથી મળી રહેલી માહિતી મુજબ આ ટ્રસ્ટના ખાતામાં રહેલા લાખો રૂપિયા પરત ના આપવા પડે તે માટે ઠાકોરભાઈ ઠક્કર કોઈને આ ટ્રસ્ટનો હિસાબ કે વહીવટ સોંપતા નથી.

જયારે અખિલ ગુજરાતના પ્રમુખ નીમવાની વાત આવી ત્યારે ઠાકોરભાઈ ઠક્કર દ્વારા અખિલ ગુજરાત લોહાણા સમાજના લેટરપેડ પર પોતાની સહી કરી ધનવાનભાઈ કોટકને પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા અને બેંક ખાતું ખોલાવવા માટે પણ લેખિત મંજૂરી આપેલ હતી, પરંતુ જુના હિસાબના ચોપડા, ઓડીટ રીપોર્ટ કે અન્ય કોઈ વહીવટી હિસાબ આપેલ નથી. આ અંગે ધનવાનભાઈ કોટક દ્વારા વારંવાર જાહેર અપીલ કરી ઉપરોક્ત વસ્તુઓ માંગવામાં આવેલ છે, ખાનગી મીટીંગો પણ કરેલ છે, તે સિવાય સમાજના અગ્રણી આગેવાન શ્રી મગનભાઈ રુપાવેલ-વડોદરા, પ્રવીણભાઈ ઠક્કર-આણંદ,શૈલેશભાઈ સોનપાલ-સુરત જેવા અનેક મહાનુભાવોએ ઠાકોરભાઈને રૂબરૂ મળી અનેક વખત રજુઆત કરી અખિલ ગુજરાત ટ્રસ્ટ અને તેને લગતા હિસાબો સોંપી દેવાની વિનંતીઓ કરેલ છે જેનું આજદિન સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. ઠાકોરભાઈ ઠક્કરના જણાવ્યું મુજબ આ સમાજનું નહી તેમનું પારિવારિક ટ્રસ્ટ છે જે વાત તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી છે, ટ્રસ્ટના બંધારણમાં પ્રથમ લાઈનમાં જ અને અનેક જગ્યાએ એ વાતનો ઉલ્લેખ છે કે આ ટ્રસ્ટ લોહાણા સમાજના લોકોના વિકાસ માટે બનાવાયેલું ટ્રસ્ટ છે, તાજેતરમાં મળી રહેલી માહિતી મુજબ ટૂંક સમયમાં વર્તમાન પ્રમુખ ધનવાન કોટક સમાજના અગ્રણી આગેવાનો અને પત્રકારોને સાથે રાખી આ ટ્રસ્ટનો વહીવટ, હિસાબ અને ટ્રસ્ટના તમામ કાગળો લેવા માટે ઠાકોરભાઈ ઠક્કરના નિવાસ્થાને જવાના છે અને હવે જો તેઓ સમાજહિતમાં સમાજના સારા અને ભલા માટે આ ટ્રસ્ટનો વહીવટ પ્રેમથી આપે તો ઠીક નહીતો સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઇ ઉચ્ચ કક્ષા સુધી ફરિયાદ કરી, સમાજના જાગૃત અને જવાબદાર વ્યક્તિઓને સાથે રાખી લડત લડી લેવાની તૈયારીઓ કરી હોવાની માહિતી સાંપડી રહી છે.

તાજા ખબર : અખિલ ગુજરાત લોહાણા સમાજના હિસાબ અને વહીવટ બાબતે તાજેતરમાં જ સુરતના એક અગ્રણી આગેવાનને એક કહેવાતા સમાજપ્રેમીએ ફોન કરી ઇન્કમ ટેક્ષ અને ચેરીટી કમિશ્નરમાંથી કાગળો મંગાવી જોઈ લેવાની ધમકી આપી છે, જેના જવાબના ધનવાન કોટકે જણાવ્યું હતું કે મારા પ્રમુખપદના શાસન દરમ્યાન આવેલ અને ખર્ચ થયેલા એક એક રૂપિયાનો હિસાબ આયનો જેવો સ્પષ્ટ છે, જેને જે કચેરીમાં જવું હોય ત્યાં જાય હું કોઈના બાપથી ડરતો નથી, અને ખાસ તો આવી લુખ્ખી ધમકીઓ આપનારાઓ ને અખિલ ગુજરાત લોહાણા સમાજ ક્યારેય તાબે થયું નહોતું કે આગળ પણ થશે નહી. વધુમાં તેમણે પોતાની આક્રમક શૈલીમાં જણાવ્યું હતું કે દુર્ભાગ્યની વાત છે કે લોહાણા સમાજના કેટલાક અસામાજિક તત્વો લોહાણા સમાજની વિધવા બહેનોને મળતી સહાયને મદદ કરવાના બદલે સંસ્થા અને સમાજને નુકશાન થાય તેવા કામ કરી રહ્યા છે. પોતાનું ઘર અને કુટુંબ ના સાચવી શકનાર લોકો સમાજની સંસ્થાઓ પાસે હિસાબ માંગે છે, ઇન્કમ ટેક્ષની ધમકીઓ આપે છે જે આ સમાજ માટે શરમજનક વાત છે. આવા પોતાની જાતને મોટા અને મહાન સમજતા કોઈ પણ વ્યક્તિથી અખિલ ગુજરાત લોહાણા સમાજ ક્યારેય ડગ્યું નથી અને આગળ પણ જેવા સાથે તેવા બની ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *