ભાજપના રાજમાં ટ્રેનના એન્જીન પણ તકલાદી : વંદે ભારત એક્સપ્રેસ સામાન્ય અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે જે ટ્રેનનું ખુબ જ ધામધૂમ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદના મણીનગર રેલ્વે સ્ટેશન નજીક સામાન્ય અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થઇ જવા પામી છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે જે ટ્રેનના જાહેરાતમાં કરોડો રૂપિયા ખર્ચ કર્યો હોય અને જેની ટીકીટ પણ સામાન્ય ભાડા કરતા વધુ હોય તે ટ્રેનમાં એક સામાન્ય દેશવાસીની સુરક્ષાનું શું..?
રોડ,રસ્તા, અંદરબ્રીજ અને તકલાદી ઓવરબ્રિજ બનાવ્યા પછી ભાજપ સરકારનું આ નવું નજરાણું કહીએ તો કશું ખોટું નથી..માત્ર બે ગાયોના અથડાવવાથી જો રેલ્વે એન્જીનની આ હાલત થઇ જતી હોય તો કોઈ આતંકી હુમલો કે ભારે અકસ્માત સામે આ તકલાદી રેલ્વે એન્જીન શું ટકી શકે તેવો પ્રશ્ન એક સામાન્ય વ્યક્તિને થાય તે સ્વાભાવિક છે.
જોગાનુજોગ આ અકસ્માત એજ વિસ્તારમાં થયો છે જ્યાંથી અગાઉ નરેન્દ્રભાઈ મોદી ધારાસભ્ય રહી ચુક્યા છે અને અહીંથી જીતી તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા. અને જેની સાથે અકસ્માત થયો છે તે ગાય રક્ષાની પણ ભાજપ મોટી મોટી વાતો કરે છે.
આ અકસ્માતને લઇ સોશિયલ મડિયામાં પણ મોદી અને ભારતીય જનતા પક્ષ મજાકનો વિષય બની રહ્યા છે. એક યુઝર્સે તો ત્યાં સુધી લખી નાખ્યું કે આગાઉ આવા અકસ્માત થાય ત્યારે ગાય કે ભેંસના ચીથરા ઉડી જતા હતા જયારે મોદી રાજમાં એન્જિનના ચીંથરા ઉડી રહ્યા છે.
Leave a Reply