રઘુવંશી ક્રાંતિ મંચ અને ગ્લોબલ બ્રિગેડ ટીમ અમદાવાદ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન
અમદાવાદના પર્યાવરણ પ્રેમીઓની ટીમ ગ્લોબલ બ્રિગેડ ટીમ અમદાવાદ અને લોહાણા સમાજની સંસ્થા રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આજે તા.૪ ઓગસ્ટના રોજ સવારે ૮ કલાકે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ હતો. જેમાં રઘુવંશી ક્રાંતિ મંચના પ્રમુખ શ્રી ડો.ધર્મેશ ઠક્કર, શ્રી લાલેશભાઇ ઠક્કર, શ્રી મહેશભાઈ નગદીયા, શ્રી હેમંતભાઈ ઠક્કર (મુન્નાભાઈ), શ્રી ભાવેશભાઈ ઠક્કર, શ્રી નરોત્તમભાઈ ઠક્કર, શ્રી મહેશભાઈ ઠક્કર, શ્રી હિતેશભાઈ ઠક્કર, શ્રી હિતેશભાઈ ઠક્કર (૧૦૮), શ્રી જીતેશભાઈ ઠક્કર, શ્રી જગદીશભાઈ ઠક્કર, તથા ગ્લોબલ બ્રિગેડના શ્રી દિનેશ પટેલ સહીત અનેક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડો.ધર્મેશભાઈ ઠક્કર, લાલેશભાઇ ઠક્કર અને મુન્નાભાઈ એ આજના સમયમાં વૃક્ષો કેમ વધુ વાવવા જોઈએ અને તેનાથી ભવિષ્યમાં થનારા લાભ વિષે વાત કરી હતી. અમદાવાદના એસ.જી.રોડ પર આવેલ એરીસ્ટો રિસોર્ટ ખાતે આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પચાસથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Leave a Reply