વટવામાં વિકાસની સદી કે વિનાશની સદી…? : પ્રદીપસિંહ જાડેજા સામે જનતામાં ભારે આક્રોશ

વટવામાં વિકાસની સદી કે વિનાશની સદી…? : પ્રદીપસિંહ જાડેજા સામે જનતામાં ભારે આક્રોશ

Spread the love

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે દરેક પક્ષના કાર્યકરો અને સામાન્ય પ્રજાજનો પણ પોતાના નેતા વિષે સ્પષ્ટ અભિપ્રાય આપી રહ્યા છે, વટવા વિધાનસભા મતવિસ્તાર એટલે ગુજરાતના પૂર્વગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો મત વિસ્તાર છેલ્લી બે ટર્મથી તેઓ અહીંથી ચૂંટણી જીતતા આવ્યા છે પરંતુ સત્તામાં મદમાં મદહોશ બની તેઓ પોતાના જ પક્ષના પાયાના કાર્યકરો અને સામાન્ય નાગરિકોના સામાન્ય પ્રશ્નો ઉપર ધ્યાન આપવાનું ચુકી ગયા હોય તેવું અત્યારે લોક આક્રોશ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે.

છેલ્લા કેટલાય અઠવાડિયાથી પ્રદીપસિંહ જાડેજા વટવામાં વિકાસની સદીના પોસ્ટર સાથે સોશિયલ મીડિયાની મદદથી પોતાનો પ્રચાર પોતે જાતે જ કરી રહ્યા છે, વટવામાં વિકાસની સદીના નામ પર મોટા ભાગની જાહેરાતોમાં રોડ,રસ્તા અને ચોકના નામ બદલવાની ઘટનાને પ્રદીપસિંહ જાડેજા વિકાસ ગણાવી રહ્યા છે. ભલે તેમને એમ લાગતું હોય કે પ્રજા મુર્ખ છે પણ પ્રજા સારી રીતે પ્રદીપસિંહ જાડેજાને અને તેમણે પાછલા વર્ષોમાં કરેલા કામોને ઓળખી ગઈ છે.

વટવા વિસ્તારમાં બેફામ બનેલા જમીન માફિયાઓ, બેફામ બેનેલા ગુંડાઓ, બેફામ બનેલા કેમિકલ માફિયાઓ, બેફામ બેનેલા સરકારી અધિકારીઓ પ્રદીપસિંહ જાડેજાની દેન છે, પ્રદીપસિંહ જાડેજા જયારે ગુજરાત સરકારમાં નંબર ટુ નું સ્થાન ધરાવતા હતા ત્યારે તેમણે પોતાના અંગત કહી શકાય તેવા રમેશ કાંટાવાળાને જે સત્તાનો દુરુપયોગ કરવાનું લાયસન્ય આપ્યું હતું તે હવે તેમને ભારે પડી રહ્યું છે.

વટવા વિસ્તારમાં ખેડૂતની જમીનોના બરોબર દસ્તાવેજ થઇ જવા, રાતોરાત કોઈકની જમીનો ના કબજા કરી લેવા, સાચા ફરિયાદીઓની ફરિયાદ પણ પોલીસ લેવાની ના પાડે, વટવાની કેમિકલ કંપનીઓ દ્વારા સરકારના તમામ નીતિનિયમની ઐસીતૈસી કરી કેનાલમાં કેમિકલ યુક્ત પાણી છોડી ખેડૂતોની કીમતી જમીનને બેકાર કરવા જેવા અનેક કામ બદલ સીધી રીતે પ્રદીપસિંહ જાડેજા જવાબદાર છે અને તે બદલ સ્થાનિક પ્રજા તેમને માફ કરવા તૈયાર નથી.

ભારતીય જનતા પક્ષના દિગ્ગજ નેતાઓનું વલણ જોતા પ્રદીપસિંહ જાડેજાને એ વાતનો અણસાર આવી ગયો છે આ વખતે તેમની ટીકીટ કપાવવાનું નક્કી છે, વટવા ભાજપના લગભગ દરેક કાર્યકરો પ્રદીપસિંહ ને આ વખતે ટીકીટ મળેશે કે કેમ તે અને દિગ્ધા અનુભવી રહ્યા છે ત્યારે પ્રદીપસિંહ જાડેજાનું વટવામાં વિકાસની સદી વાળું નાટક કેટલું અસરકારક સાબિત થાય છે તે તો આવનાર સમય કહેશે પરંતુ અત્યારે હાલ તો વટવાની સામાન્ય જનતા પ્રદીપસિંહને ફરી પોતાના ધારાસભ્ય તરીકે નથી ઈચ્છી રહી તે વાત નક્કી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *