શિક્ષિત અને યુવા નેતૃત્વના સહારે મજબૂત બની રહેલું આર.કે.એમ. : આગામી સમયમાં નિભાવશે મહત્વપૂર્ણ ભૂમિકા
લોહાણા સમાજ એક એવો સમાજ છે જેની પાસે સો વર્ષ કરતા વધુ જૂની પોતાની આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી સંસ્થા લોહાણા મહાપરીષદ છે, ગુજરાત લેવલની સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ છે. એ સિવાય લગભગ દરેક શહેરમાં યુવા મંડળ અને મહાજનો છે જેને કારણે લોહાણા સમાજના જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ સહાય, આરોગ્ય સહાય, ઉચ્ચ શિક્ષણ સહાય, વિધવા સહાય જેવી સહાય મળતી રહે છે સમાજનો સામાન્યમાં સામાન્ય માનવી પણ પોતાના જીવનના ખરાબ કે પ્રતિકુળ સમયમાં સમાજની ઉપરોક્ત સંસ્થાઓ પાસેથી મદદની આશા રાખી શકે છે.
થોડા સમય પહેલા લોહાણા સમાજના કેટલાક જાગૃત યુવાનોને એક અલગ પ્રકારનો વિચાર આવ્યો અને વિચારને અમલમાં મુક્યો તે વિચારનું ફળ એટલે રઘુવંશી ક્રાંતિ મંચ “આર.કે.એમ” ખુબ ટૂંકા ગાળામાં આ સંસ્થા પોતાની લોકપ્રિયતાની હદ અને સરહદ વટાવી રહી છે, મજાની વાત એ છે કે કોઈ મોટા ગજાના નેતા કે આગેવાનના નેતૃત્વ વિના શરુ થયેલી આ સંસ્થા બાબતે શરૂઆતમાં ઘણાને તેની સફળતા બાબતે શંકા હતી પરંતુ શિક્ષિત યુવાનોએ વડીલોને સાથે રાખી ટૂંકા સમયમાં જે કરી બતાવ્યું તે ખરેખર અભિનંદનને પાત્ર છે.
રઘુવંશી ક્રાંતિ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.ધર્મેશ ઠક્કર પોતે વ્યવસાયે દાંતના ડોક્ટર છે અને ભારત સહીત વિદેશમાં પણ તેમના કલીનીક છે અને તબીબ વિશ્વમાં પણ તેઓ ખુબ સારું નામ ધરાવે છે. પાયાના પથ્થર કહી શકાય તેવા વડીલ અગ્રણી અશ્વિનભાઈ વિઠ્ઠલાણી યુવાનો સાથે પોતાના વિશાળ અનુભવ સાથે સતત માર્ગદર્શક બની રહ્યા છે. વરિષ્ઠ ઉપપ્રમુખ મહેશ નગદિયા સૌરાષ્ટ્રના સામાજિક અગ્રણી ઉપરાંત વેપારીઓમાં સારી પક્કડ ધરાવતા નેતા છે. અન્ય ઉપપ્રમુખ યોગેશ તન્ના યુવાકાળથી વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઇ સરકાર સામે બાંયો ચડાવી શકે તેટલા કાબિલ અને શક્તિશાળી છે. મહામંત્રી તરીકે મુન્નાભાઈ ઠકકર રિસોર્ટ વ્યવસાય અને બિલ્ડર લોબી સાથે જોડાયેલા છે અને ગુજરાતના અનેક શહેરમાં તેમનું નેટવર્ક ખુબ જ મજબૂત છે, આ સંસ્થાના પાયાના યુવા કાર્યકર અને યુવા અગ્રણી હિરેન મશરૂ સૌરાષ્ટ્રમાં આર.કે.એમ.ને ધીમી પણ મક્કમ ગતિએ ખુબ જ મજબૂત કરી રહ્યા છે. તો સૌરાષ્ટ્રની સિંહણ કહી શકાય તેવા સોનલબેન વસાણી પણ આર.કે.એમ. માટે સતત મહેનત કરી સમાજને વધુમાં વધુ ફાયદો થાય અને સંસ્થા વધુ મજબૂત થાય તે દિશામાં કામ કરી રહ્યા છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો પરાગ ઠક્કર એક રાજકીય અગ્રણી હોવા સાથે અગ્રણી વેપારી છે અને અહી હિરેન ઠક્કર કે જેઓ એક પ્રતિષ્ઠિત યુવા બિલ્ડર તરીકે સારી નામના ધરાવે છે તેઓ હરહંમેશ પરાગ ઠક્કર અને સંસ્થા સાથે ઉભેલા જોવા મળે છે. અમદાવાદ પૂર્વ લોહાણા સમાજના પ્રમુખ શ્રી ભરત માવાણી પાસે લાંબો અનુભવ છે અને તેઓ આ તમામ યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપી સતત આગેકુચ થાય તે દિશામાં કામ કરી રહ્યા છે. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટ યુવા અગ્રણી આકાશ પુજારા પોતાની તમામ શક્તિ અને અનુભવ સાથે દરેક અવસરમાં પોતાની ટીમ સાથે ખભેખભો મિલાવી ઉભેલા નજરે પડે છે. કાર્તિક લાખાણી, કીર્તન ઠક્કર, મહેશ ઠકકર,ભાવેશ ઠક્કર,દિલીપ ઠકકર અને અનેક યુવા મિત્રો અમદાવાદથી લઇ ગુજરાતના ખૂણેખૂણા સુધી આર.કે.એમ.નો વ્યાપ મોટો કરવા માટે રાતદિન મહેનત કરી રહ્યા છે.
ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કે કહેલા વાકયને આર.કે.એમ.ના તમામ પદાધિકારીઓ સાર્થક કરી રહ્યા છે તેઓ પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્ન કોઈ પણ જાતના ફળની અપેક્ષા વિના કરી રહ્યા છે અને કદાચ એ જ કારણ છે કે આર.કે.એમ. ખુબ જ ઓછા સમયમાં ખુબ જ લોકપ્રિય થઇ ગયું છે અને હજી પણ વધુ મજબૂત બની આગળ વધી રહ્યું છે.
અગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ આર.કે.એમ. હજી વધુ મહત્વની ભૂમિકા ભજવશે અને કઈક સીટો પર અનેક રાજકીય પંડિતોની ગણતરીઓ ખોટી પાડશે તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.
Leave a Reply