ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ.વિભાગ દ્વારા કોલેજમાં જોડાયેલા નવા વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે આર.જે.તિબ્રવાલ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ચિરાગ ત્રિવેદીએ કહ્યું હતું કે યુવાનોએ યુવાવસ્થાથીજ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવું જોઈએ. એન.એસ.એસ. પ્રવૃત્તિમાં જોડાવાથી વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ થાય છે. ગ્રામ્યવિસ્તારોમાં જઈ વાર્ષિક શિબીરમાં જોડાવાથી જીવન પ્રત્યેની સમજણ કેળવાય છે.કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે આજનો યુવાન સંવેદનશીલ, કરુણામય તથા જવાબદાર છે.તેઓને સાચી દિશા આપવાથી તેઓ ઉત્કૃષ્ટ કામગીરી કરી શકે છે.દેશ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા, રાષ્ટ્રધર્મ તથા રાષ્ટ્રપ્રેમ પણ તેઓમાં વિકસાવી શકાય છે. ભારત દેશમાં પાંસઠ ટકા યુવાનો હોવાથી દેશની પ્રગતી સાથે ૨૦૪૭ સુધીમાં વિશ્વગુરૂ બની શકાય છે.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એન.એસ.એસ. પ્રવૃત્તિઓ વીશે માહિતી આપવામાં આવી હતી, આ પ્રસંગે એન.એસ.એસ. યુનિટ દ્વારા આયોજીત નિબંધસ્પર્ધા , વકતૃત્વ સ્પર્ધા, ચિત્રસ્પર્ધા અને કાવ્યલેખન સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા. કોલેજના એન.એસ.એસ. વિભાગના કોઓર્ડીનેટર પ્રા.એચ.બી.ચૌધરી તથા પ્રા.ચેતન મેવાડાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આયોજન કર્યું હતુ. કોલેજની એન.એસ.એસ. યુનીટમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.








