
લોહાણા મહાપરીષદના પ્રમુખનો કૌભાંડીઓ સાથે મળી આણંદમાં નફ્ફટાઈ ભર્યો નાચ
લોહાણા મહાપરીષદના વિવાદાસ્પદ અને બની બેઠેલા પ્રમુખ સતીસ વિઠ્ઠલાણી પોતાના અંગત સ્વાર્થ અને અંગત મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે નફ્ફટાઈ અને નિર્લજ્જતાની બધી હદો પાર કરી રહ્યા છે, સામાન્ય રીતે લોહાણા મહાપરીષદ એટલે વિશ્વના લોહાણા મહાજનોની બનેલી સંસ્થા પણ અહી છેલ્લા કેટલાક સમયથી ચિત્ર સાવ ઊંધું થઇ ગયું છે, ગુજરાત સહીત અનેક રાજ્યોના સ્થાનિક મહાજનો સતીસ વિઠ્ઠલાણીને પ્રમુખ માનવા તૈયાર નથી, મહાજન સાથે જોડાયેલા કોઈ પણ પ્રતિષ્ઠિત અને નામાંકિત વ્યક્તિઓ મહાપરીષદ સાથે નથી ત્યારે સતીસ વિઠ્ઠલાણીએ નીતિ નિયમો નેવે મૂકી અગાઉ કદી ન આપ્યા હોય તેવા પદ અને હોદ્દા ઉભા કરી લાલિયા-જમાલિયા, સમાજ સાથે ઠગાઈ કરનાર ઠગ અને જેમની પર ઠગાઈ અને છેતરપીંડીના અનેક કેસ ચાલતા હોય તેવા ગામના ઉતાર જેવા લોકોને સમાજની સર્વોચ્ચ કહેવાતી સંસ્થાઓમાં પદ અને હોદ્દાની લ્હાણી કરી રહ્યા છે.
તાજેતરમાં આણંદ શહેર ખાતે લોહાણા મહાપરીષદની ઝોન મીટીંગમાં લોહાણા સમાજની એક નહિ બબ્બે સંસ્થાઓ સાથે લાખો રૂપિયાની ઉઘાડેછોડ ઠગાઈ કરનાર અને દાન અને દાતાઓના નાણા ચાઉં કરી જનાર હસમુખ કારિયા સાથે ફોટા પડાવી, સમાજના અવસરમાં સમાજના લોકોની હાજરીમાં નિર્લજ્જતાનો નગ્ન નાચ કર્યો હતો. આટલું ઓછું હોય તેમ આણંદ શહેરમાં આવેલી લોહાણા સમાજની બે સંસ્થાઓ ‘ઠક્કર વાડી’ અને અમૃત વાડી ને આ અવસરમાં આમંત્રણ સુદ્ધા આપવામાં આવ્યું નહોતું ત્યારે પ્રશ્ન એ થાય કે શું આણંદ લોહાણા સમાજ એક હસમુખ કારિયા કે સતીસ વિઠ્ઠલાણીના બાપુજીની જાગીર છે..? સ્થાનિક સમાજ અને સ્થાનિક આગેવાનોની અવગણના કરવાનું લાયસન્સ કોણે આપ્યું તેમને ..?
હસમુખ કારીયાના પુત્ર પરેશ કારિયા કોઈ પણ યોગ્યતા કે લાયકાત વગર સીધા લોહાના મહાપરીષદના પદ અને હોદ્દા પર આવે ત્યારે હજારો પ્રશ્ન થાય કે પિતાનો વ્યવસાય દીકરો સાચવે એ તો સમજ્યા પણ સમાજની સંસ્થામાં આવો પરિવાર વાદ કેવી રીતે સમજી શકાય..? શું આણંદ પાસે કોઈ યોગ્ય અને લાયક સમાજસેવક વ્યક્તિ નથી..? કે પછી સતીષ વિઠ્ઠલાણીને લોહાણા મહાપરીષદની આડમાં એલ.આઈ.બી.એફ. માટે સુખી શ્રીમંત બકરા જોઈએ છે..? લોહાણા મહાપરીષદના અવસરમાં એક કૌભાડીને શાલ ઓઢાડી તેનું સન્માન કરવું એટલે વિશ્વના લોહાણા સમાજની લાગણીઓનું અપમાન કરવા બરાબર કાર્ય સતીશ વિઠ્ઠલાણીએ પોતાના અંગત સ્વાર્થ અને સત્તા લાલસા માટે કર્યું છે.
આજ અવસરમાં ભારતભરના લોહાણા સમાજના લોકો પાસેથી ‘રઘુકુળ વિશ્વ’ના નામ પર આજીવન લવાજમ લઇ રઘુકુળ વિશ્વને બંધ કરી ફક્ત ડીજીટલ માધ્યમથી અનિયમિત ચલાવનાર અને સમાજના લોકો સાથે કરોડો રૂપિયાના લવાજમની ઠગાઈ કરનાર પ્રમુખ સતીસ વિઠ્ઠલાણી અને કાગળ પર બનેલા તંત્રી ચંદ્રકાંત તન્ના સમાજને નાણા પરત કરશે…? કે પછી પોતાના નકલી અને બનાવટી પદના આધારે સમાજને ગુમરાહ કરશે.
નવાઈ અને આશ્ચર્ય એ વાતનું પણ છે કે લોહાણા સમાજના ભીષ્મપિતા સમાન વડોદરા લોહાણા સમાજના અગ્રણી મગનભાઈ રૂપાવેલ અ સમગ્ર અવસરમાં ઉપસ્થિત હતા, આણંદ મહાજનની અવગણના, મહાજન અગ્રણીઓની અવગણના અને હસમુખ કારીયાના અગાઉના કૌભાંડ વિષે તેઓ સંપૂર્ણ રીતે માહિતગાર હોવા છતાં પોતાના અંગત સ્વાર્થ અને મંચ પર બેસવાની લાલસાના કારણે તેઓ સમગ્ર બાબતે મૌન રહ્યા છે. પોતાના સ્ટેજ અને મંચનો શોખ પુરા કરવા માટે આવું કરવું તે અક્ષમ્ય બાબત છે અને ત્યારે એવું લાગે છે કે ભીષ્મપિતાને હવે બાણ શૈયા પર સુવાનો સમય પાકી ગયો છે.










































