અંબાજીની પાવન ભૂમિ પર શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન : યજમાન ગોકલાણી પરિવાર

અંબાજીની પાવન ભૂમિ પર શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન : યજમાન ગોકલાણી પરિવાર

Spread the love

અંબાજીની પાવન ભૂમિ પર શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન : યજમાન ગોકલાણી પરિવાર

આરાસૂરી મા અંબાના પાવન ધામ, પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આગામી ૨૬ એપ્રિલથી ૪ મે દરમ્યાન પ.પૂ. મા કનકેશ્વરી દેવીજીના પાવન સાનિધ્ય અને તેમના વ્યાસપીઠ પરથી શ્રીમદ દેવી ભાગવત કથાનું ઉપસ્થિત લાખો ભાવિક ભક્તો શ્રવણ કરશે.

આ અંગે તોફાની તાંડવને ગોકલાણી પરિવારના અગ્રણી શ્રી ફરસુભાઈ ગોકલાણીએ આપેલી માહિતી મુજબ લોહાણા સમાજ સહીત અનેક સમાજના ભાવિક ભક્તો માટે અંબાજી ખાતે નવ દિવસ દરમ્યાન રહેવા, જમવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પ્રસંગમાં સામાજિક, રાજકીય અગ્રણીઓ સહીત ગુજરાતના અનેક અધિકારીઓ પધારવાના હોઈ તમામને આવકારવા અને સત્કારવા ગોકલાણી પરિવારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કથાનો લાભ લેવા આગ્રહપૂર્વક આમંત્રણ પાઠવ્યું છે.

૨૬ એપ્રિલના રોજ શ્રીમદ દેવી ભાગવત કથાનું સ્થળ અંબાજી ખાતે આવેલ ગણેશ ભુવન, બસ સ્ટેન્ડ પાસે, અંબાજી ખાતે નક્કી કરેલ છે. તા.૨૬ એપ્રિલના રોજ સવારે ૯.૦૦ કલાકે પોથી યાત્રા અંબાજી માતાના મંદિરથી નીકળી ગણેશ ભુવન સુધી જશે.

સવારે ૧૧.૦૦ કલાકે કમીજલા મંદિરના ગાદીપતિ પ.પૂ. જાનકીદાસ મહારાજ સહીત અનેક સંતો, મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ અવસરની શુભ શરૂઆત કરવામાં આવશે. કથાનો સમય દરરોજ સવારે ૯.૩૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધીનો રહેશે, બપોરે ૧.૦૦ અને સાંજે ૬.૩૦ કલાકે કથાના દિવસોમાં ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ અવસરમાં ગુજરાતના અનેક સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે. તા. ૩૦ એપ્રિલના રોજ આ અવસરમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરેલ છે જે સાંજે ૪.૩૦ કલાકે શરુ થશે.

આ કથાનો યજમાન ગોકલાણી પરિવાર હોઈ અને ઉત્તર ગુજરાત સહીત સમગ્ર રાજ્યમાં તેમના અનેક મિત્રો, સ્નેહીઓ અને શુભ ચિંતકો હોઈ અનેક સામાજિક, રાજકીય અગ્રણીઓ, સંસ્થાઓ, સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહી અવસરની શોભા વધારશે. આ કથાનું ૨૬ એપ્રિલ થી ૪ મે દરમ્યાન સવારે ૯.૦૦ થી ૧.૦૦ કલાક દરમ્યાન સંતવાણી ચેનલ પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *