સન્ની અમિત શાહ સામે થયેલ ખોટી ફરિયાદમાં સન્ની સહીત તમામ નિર્દોષ જાહેર
એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહના પુત્ર
સન્ની અમિત શાહ સામે થયેલ ખોટી ફરિયાદમાં સન્ની સહીત તમામ નિર્દોષ જાહેર
એલીસબ્રીજ વિધાનસભા વિસ્તાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, અહી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અન્ય પક્ષો કરતા પક્ષના અસંતુસ્ટ લોકો નડતા આવ્યા છે. આવી જ એક ૨૦૧૪ ની ઘટનામાં એલીસબ્રિજના વર્તમાન ધારાસભ્ય અમિત શાહના પુત્રને ખોટી રીતે ફસાવવા અને અમિત શાહની રાજકીય કારકિર્દી ઉપર કલંક લગાવવા માટે ઉભા કરવામાં આવેલ પોલીસ કેસમાં નવ વર્ષની લાંબી લડાઈ બાદ આખરે સત્યનો ઝળહળતો વિજય થયો છે અન સન્ની શાહ સહીત ફરિયાદમાં દર્શાવવામાં આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને નામદાર કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે : ૧૦/૪/૨૦૧૪ ના રોજ બપોરના સમયે નીકળેલ એક એક રાજકીય રેલી દરમ્યાન હિતેશ પ્રફુલભાઈ નામના વ્યક્તિએ સન્ની અમિત શાહ સાથે ઈરાદાપૂર્વક આયોજન બદ્ધ રીતે બોલાચાલી કરી સામાન્ય બાબતમાં ઝગડો કરેલ ત્યારે સન્ની શાહ વાસણા ભાજપના વોર્ડ પ્રમુખ હતા અને જે તે વખતે તેમની સાથે અન્ય ઉપસ્થિત વ્યક્તિઓમાં તેમના સાથી પદાધિકારીઓ હતા. આ સામાન્ય બોલાચાલી બાદ ફરિયાદી દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં સન્ની અમિત શાહ, હેમરાજ ભલાજી પઢીયાર તથા ધૂમિલ ગીરીશભાઈ પટેલ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૧), તથા ૧૧૪ મુજબ ક્રિમીનલ કેસ નંબર ૭૧૪/૨૦૧૪ મુજબ ગુનો દાખલ કરેલ. આ અંગેનો કેસ અમદાવાદના નામદાર એડી.ચીફ મેત્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમક્ષ ચાલ્યો હતો જેમાં ફરિયાદ દાખલ કર્યા બાદ ફરિયાદી કે એફ.આઈ.આર.માં દર્શાવેલ એક પણ વ્યક્તિ એક પણ વખત કોર્ટ સમક્ષ હાજર રહ્યા નહોતા જયારે સન્ની શાહ સહીત તમામ વ્યક્તિઓ દરેક મુદત વખતે કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેલ હતા. સમગ્ર કેસ દરમ્યાન કોર્ટ દ્વારા વારંવાર મોકલેલ સમન્સ, પોલીસ દ્વારા કરેલ શોધખોળ છતાં ફરિયાદી કે અન્ય કોઈ સાક્ષી મળી આવેલ ના હોઈ નામદાર કોર્ટ દ્વારા તા.૧૯/૧/૨૦૨૪ ના રોજ પોતાના ચુકાદામાં સન્ની અમિત શાહ સહિતના તમામ વ્યક્તિઓને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપેલ છે.
સન્ની શાહ પૂર્વ કોર્પોરેટર, પૂર્વ મેયર અને વર્તમાન ધારાસભ્યનો પુત્ર હોવા ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર છે અને કદાચ અમિત શાહનો પુત્ર હોવાના કારણે કેટલાક રાજકીય વ્યક્તિઓએ અમિત શાહના નામ પર દાગ લગાવવા આ કૃત્ય કર્યું હોય તેવી શક્યતા પ્રબળ છે. આ સંજોગોમાં નામદાર કોર્ટ દ્વારા દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી પોતાનો ચુકાદો જાહેર કરતા એલીસબ્રીજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશી અને ઉલ્લાસ જોવા મળ્યો છે.
Leave a Reply