એલિસબ્રિજમાં ભાજપના ઉમેદવાર અમિત શાહને મળી રહેલો પ્રચંડ આવકાર

એલિસબ્રિજમાં ભાજપના ઉમેદવાર અમિત શાહને મળી રહેલો પ્રચંડ આવકાર

Spread the love

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનની આડે હવે ગણતરીના દિવસે બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે વધુમાં વધુ લોકોનો સંપર્ક કરી પ્રચાર કરી રહ્યા છે, અમદાવાદની સૌથી શિક્ષિત ગણાતી એલીસબ્રીજ બેઠક પર આ વખતે ભારતીય જનતા પાર્ટીએ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, અમિત શાહ અગાઉ આજ મત વિસ્તારમાં આવતા વાસણા વોર્ડમાં સતત પાંચ ટર્મ કોર્પોરેટર રહી ચુક્યા છે, અમદાવાદ શહેરના મેયર તરીકે પણ તેમની કામગીરી બિનવિવાદાસ્પદ રહી છે, છેલ્લે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે તેમણે સુંદર કામગીરી કરી ભાજપને અમદાવાદ શહેરમાં વધુ મજબૂત કરવાની કામગીરી કરેલ છે.

અત્યારે છેલ્લા તબક્કાનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે અમિત શાહને એલિસબ્રિજની જનતા ખુબ જ હેત, લાગણી અને પ્રેમ સાથે આવકારી રહી છે, આખા વિસ્તારમાં ક્યાય તેમના નામ અને કામ સામે ક્યાય વિરોધ નથી, દરેક કાર્યકર અમિત શાહને જીતાડવા માટે જોશ અને ઉત્સાહભેર કામ કરી રહ્યા છે. રોજ સાંજે તેમના ચૂંટણી કાર્યલય ઉપર પણ સમાજના દરેક વર્ગના લોકો મોટા સમુહમાં જોવા મળી રહ્યા છે.

એલીસબ્રીજ વિધાનસભામાં આવતા વિવિધ વોર્ડના જાગૃત વ્યક્તિઓ, સોસાયટીના ચેરમેન, સેક્રેટરીઓ સાથે ચૂંટણી અંગે વાતો કરતા જે જાણવા મળી રહ્યું છે તે જોતા અમિત શાહ અગાઉના તમામ રોકોર્ડ તોડી સૌથી વધુ મોટા માર્જીનથી આ બેઠક જીતશે તેવું અત્યારે લાગી રહ્યું છે.

કોરોના કાળ હોય કે એલિસબ્રિજમાં બનતી નાની મોટી હોઈ પણ ઘટના હોય અમિત શાહ રાત કે દિવસ જોયા વગર સતત જનતાના હિત માટે કાર્યરત રહ્યા છે અને આજે આ વિસ્તારની જનતા પણ એટલા જ પ્રેમથી એક કર્મઠ નેતાની કદર કરી રહી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *