બોગસ ખેડૂત પ્રવીણ ગુલાબ અને તલાટી મહેશ ગઢવી સામે સીટમાં ફરિયાદ દાખલ કરવા ચક્રો ગતિમાન
અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાના રોપડા ગામમાં પૂર્વ સરપંચ રમેશ ચૌહાણ અને તત્કાલીન તલાટી મહેશ ગઢવીએ સાંઠગાંઠ કરી, મેળાપીપણું કરી ખોટા સરકારી કાગળો બનાવી સરકારી નીતિનિયમોની ઐસીતૈસી કરી પોતાના સગા એવા પ્રવીણભાઈ ગુલાબભાઈને ખોટી રીતે ખેડૂત બનાવી ખેતીની જમીન ખરીદ કરી હતી, આ અંગે તોફાની તાંડવ દ્વારા સધન તપાસ કરતા ઉપરોક્ત વ્યક્તિ પ્રવીણભાઈ ગુલાબભાઈ ખોટી રીતે ખેડૂત બન્યા હોવાનું સાબિત થયું છે. પોતાની સામે થઇ રહેલી તપાસની જાણ થતા રાતોરાત ઉપરોક્ત બોગસ ખેડૂત દ્વારા રોપડા ગામની જમીન ફરીથી પોતાના સગા એવા રમેશ ચૌહાણ અને તેમના ભત્રીજા અને પ્રવીણ ગુલાબભાઈના જમાઈ એવા રાકેશ ચૌહાણને વેચી દીધી હતી, ઉપરોક્ત બંને દસ્તાવેજોના પડેલ નોંધ નંબર સામે વાંધા અરજી રજુ થતા એક નોંધ દસક્રોઈ પ્રાંત અધિકારી દ્વારા રદ્દ કરવામાં આવી હતી જયારે અન્ય નોંધ સામે અપીલ દાખલ થયેલ છે જેમાં આજદિન સુધી પ્રવીણભાઈ ગુલાબભાઈ પોતે ખેડૂત હોવાના એક પણ પુરાવા રજુ કરી શક્યા નથી.
ઉપરોક્ત કેસમાં તત્કાલીન તલાટી મહેશ ગઢવીની ભૂમિકા અંત્યંત શંકાસ્પદ હોવાનું પ્રથમ નજરે માલૂમ પડી રહ્યું છે પરંતુ દસક્રોઈ મામલતદાર કચેરીનો ભ્રષ્ટાચારમાં ડૂબેલો સ્ટાફ કોઈ ભેદી કારણોસર તેની સામે પગલા ભરતો નાં હોઈ આખરે તોફાની તાંડવ દ્વારા તમામ પુરાવા સાથે સીટ માં ફરિયાદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સમગ્ર કેસને ધ્યાનથી જોવામાં આવે તો ખોટા સરકારી કાગળો તૈયાર કરવાના ગુનામાં ભારતીય દંડ સંહિતાની કલમ ૪૬૭,૪૬૮, અને ૪૭૧ મુજબ તમામ વ્યક્તિઓ સામે બિન જામીન લાયક ગુનો બને છે. ખોટી રીતે ખેતીની જમીન ખરીદારનાર વ્યક્તિઓ અને તેમને મદદ કરનાર તલાટી ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ ધકેલાશે તે વાત નક્કી અને નિર્વિવાદ છે.
Leave a Reply