દેશી લોહાણા સમાજ અમદાવાદના યુવાનો દ્વારા નવતર શરૂઆત

દેશી લોહાણા સમાજ અમદાવાદના યુવાનો દ્વારા નવતર શરૂઆત

Spread the love

દેશી લોહાણા સમાજ અમદાવાદના યુવાનો દ્વારા નવતર શરૂઆત

રઘુવંશી લોહાણા સમાજ આમ તો વિશ્વભરમાં ફેલાયેલો છૂટો છવાયો પણ અન્ય સમાજની વસ્તીની સરખામણીમાં ખુબ નાનો સમાજ છે, લોહાણા સમાજ અનેક પરાગણામાં વહેંચાયેલો હોવાથી તેની સાચી વસ્તી ગણતરી કરવી ખુબ મુશ્કેલ અને જટિલ છે, હાલાઇ,ઘોઘારી, કચ્છી, મહીરેવા,વઢિયારી, વાગડ, પારકર, મારવાડી, સિંધી અને દેશી આવા અનેક પરગણા આજે લોહાણા સમાજમાં જોવા મળી રહ્યા છે.
અમદાવાદની વાત કરીએ તો આજથી પચાસ વર્ષ અગાઉ જયારે સુખી અને સમૃદ્ધ કહેવાતા સમાજો પાસે જયારે પોતાની વાડી નહોતી ત્યારે લોહાણા સમાજ પાસે અમદાવાદના હૃદયસમા વિસ્તાર કાંકરિયામાં પોતાની વિશાળ અને આલીશાન વાડી હતી અને આજે પણ સમય સાથે તે અધ્યતન અને આધુનિક બની ભવ્યતાનો ઈતિહાસ કહી રહી છે.
દેશી લોહાણા સમાજ પ્રમાણમાં ખુબ નાનો અને ચોક્કસ તાલુકા પુરતો સમિતિ હોવા છતાં અંત્યત સુખી અને સમૃદ્ધ સમાજ રહ્યો છે, અમદાવાદનું લાટી બજાર, શ્રોફ બજાર, સોના ચાંદી બજાર, શેર બજાર, ખાણી-પીણી બજાર જેવા અનેક બજારો પર દેશી લોહાણા સમાજના લોકોનો દબદબો રહ્યો છે. આ સમાજની તાસીર એ રહી છે કે આ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાની જરૂરિયાત માટે પોતાના સમાજમાંથી જ મદદ મેળવી લેતા હોય છે તેઓ ક્યારેય અખિલ ગુજરાત લોહાણા સમાજ કે લોહાણા મહાપરીષદ પાસે દાન કે મદદ માંગવા જતા નથી.
આ સમાજમાં અનેક દાતાઓ, ઉદ્યોગપતિ, અગ્રણી વેપારીઓ અને બુદ્ધિજીવીઓ સમાજને એકસંપ રાખવામાં સફળ રહ્યા છે. અને હવે આ સમાજને વધુ નવી ઉંચાઈ પર લઇ જવા સમાજના જાગૃત યુવાનો આગળ આવી કઈક નવું કરવાનું આયોજન કરી રહ્યા છે.
જેમાં સમાજના સીનીયર સીટીઝન, સમાજની મહિલાઓ, વિદ્યાર્થીઓ સહીત રાજકીય ક્ષેત્રે સક્રિય વ્યક્તિઓને કેમ વધુ મદદ રૂપ થઇ શકાય અને શું નવું કરી શકાય તે દિશામાં વિચાર મંથન કરી આગળ વધવાનું નક્કી કરી એક નવું સંગઠન બનાવવાનું નક્કી કર્યું છે.
આ માટે અગ્રણી યુવાનો શ્રી વિપુલ ઠક્કર (પૂજા ઇલેક્ટ્રિક), શ્રી હિરેન ઠક્કર (આર્કિટેકટ), શ્રી પરાગ ઠક્કર (રાજકીય અગ્રણી), શ્રી દિનેશભાઈ ઠક્કર (સીનીયર સીટીઝન પરિવાર) જેવા મિત્રો સાથે મળી આગમી સમયમાં એક નવી અને સુંદર જાહેરાત કરશે તેવી માહિતી શ્રી વિપુલભાઈ ઠક્કર તરફથી આપવામાં આવી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *