પારકર લોહાણા સમાજમાં અમદાવાદ પ્રમુખ જશવંત તન્નાની ખુલ્લા ગુંડાગીરી : સમાજના યુવાનોને પોલીસ ફરિયાદની ધમકી
તાજેતરમાં અમદાવાદના પારકર લોહાણા સમાજના યુવાનોએ જણાવેલી વ્યથા અને કથા મુજબ પારકર લોહાણા સમાજના અમદાવાદ ગોળના પ્રમુખ જશવંત તન્નાએ વ્હોટસઅપ મેસેજ ફરતો કરી સમાજના અગ્રણીઓ અને યુવાનોને ભયભીત કરવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે મળી રહેલી માહિતી મુજબ સંસ્થાના હિસાબ બાબતે છેલ્લા કેટલાક દિવસથી પારકર સમાજમાં મેસેજ યુદ્ધ ચાલી રહ્યું હતું અને તેમાં પડદા પાછળ જશવંત તન્ના હોવાનું સમાજ અગ્રણીઓ જણાવી રહ્યા છે. હિસાબ બાબતે યોગ્ય નિરાકરણ આવી ગયાનો મેસેજ પણ જશવંત તન્ના દ્વારા વ્હોટસઅપ ગ્રુપમાં ફરતો કરી દીધો હતો પરંતુ યેનકેન પ્રકારે અન્ય પ્રમુખ અને કારોબારી સભ્યોને બદનામ કરી તેમને રાજીનામું આપવું પડે તેવી પરિસ્થિતિનું ઈરાદાપૂર્વક નિર્માણ કરી સમાજને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે. જે લોહાણા સમાજ માટે અને જશવંત તન્ના લોહાણા મહાપરીષદ સાથે સંકળાયેલા હોઈ લોહાણા મહાપરીષદ માટે શરમજનક ઘટના કહેવાશે.
જશવંત તન્ના વિષે વધુ માહિતી આપતા પારકર લોહાણા સમાજના યુવાનો જણાવી રહ્યા છે કે તેઓ ગુનાઈત ભૂતકાળ ધરાવે છે, ગંભીર ગુના સબબ તેઓ અગાઉ જેલવાસ પણ ભોગવી ચુક્યા છે. અને હવે તેમણે સમાજને કરેલા મેસેજનું પૃથ્થકરણ કરવામાં આવે તો સમાજને ઉઘાડેછોગ ધમકી આપી છે, જે મુજબ પોતાના પુત્રને સંબોધન કરી લખ્યું છે કે મને કઈ પણ થઇ જાય તો મારી બધી મિલકત વાપરી નાખજે કોર્ટ,કચેરી,પોલીસ અને કાયદાની મદદ લઇ કોઈ ગુનેગારને છોડતો નહી તેવું જણાવેલ છે, તો અહી સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુનેગાર છે કોણ..? કોનાથી જશવંત તન્નાને ડર છે..? શા માટે સમાજના જ લોકો વિરુદ્ધ અરજીઓ કરી સમાજને બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવે છે.
અત્યારે પારકર લોહાણા સમાજ અમદાવાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે, સમાજના યુવાનો અને વડીલો કોઈ પણ ભોગે લડી લેવાનો મક્કમ ઈરાદો ધરાવે છે ત્યારે જોવાનું એ રહે છે લોહાણા સમાજ અગ્રણીઓ મધ્યસ્થી કરી મામલો થાળે પાડે છે કે અહી પણ એક નવા મહાભારતનું સર્જન થાય છે.
Leave a Reply