ગુજરાતી કવિતા વિશ્વમાં ‘સદા સર્વદા કવિતા’ એક નવો કીર્તિમાન સ્થાપિત કરવા તરફ
ગુજરાતી કવિતાના ભાવકો અને સાધકો માટે ૨૦૨૫ નું વર્ષ ખુબ જ ખુશીઓના સમાચાર લઈને આવ્યું છે. પ્રદાન કોમ્યુનીકેશનના બેનર હેઠળ ગુજરાતી ભાષાના જાણીતા કવિ હર્ષ બ્રહ્મભટ્ટ દ્વારા શરુ કરવામાં આવેલી એક સાહિત્યિક સફર આજે તમની સાહિત્યિક નિષ્ઠા, લાગણી અને પ્રેમના કારણે સતત અને અવિરત સો મહિના પુરા કરવા જઈ રહી છે, દર મહિનાના પહેલા રવિવારે સાંજે આશ્રમ રોડ પર આવેલ ગુજરાતી સાહિત્ય પરિષદના હોલમાં યોજાતું સાહિત્યિક પર આગમી તા.૪ અન ૫ જાન્યુઆરી શનિવાર અને રવિવારના રોજ સાંજે ૬ થી ૯ દરમ્યાન યોજાશે ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતી કવિતા વિશ્વમાં આ એક નવો કીર્તિમાન સ્થાપિત થઇ રહ્યો છે.
ગુજરાતી ભાષાના તમામ જીલ્લાના કવિઓને યોગ્ય માન,સન્માન અને પુરસ્કાર સાથે મંચ આપવાનું જે કાર્ય આજથી વર્ષો અગાઉ શરુ થયું હતું તેને કવિઓ અને શ્રોતાઓ તરફથી અનહદ પ્રેમ મળ્યો છે અને આગળ પણ મળશે તેવી આશા છે. ગુજરાત બહારના ગુજરાતી કવિઓ, વિદેશમાં વસતા ગુજરાતી કવિઓ પણ અહી સમયાંતરે મંચ શોભાવી ચુક્યા છે.
ગુજરાતી કવિતા અને ગઝલનો અવસર હર્ષ બ્રહ્મભટ્ટની સાહિત્યિક ધગશ અને પ્રેમના કારણે બીબાઢાળના બની રહે તે માટે અહી કવિઓ સાથે લેખકો, ગીતકારો અને સંગીતકારોને આમંત્રિત કરી તેનો પણ લાભ શ્રોતાઓને આપવાનું ભગીરથ કાર્ય હર્ષ બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
ગુજરાતી ભાષાના પીઢ,અનુભવી કવિઓ સાથે યુવા કવિઓ અને નવોદિત કવિઓને પણ સદા સર્વદા કવિતાના મંચ પરથી રજુ કરવામાં આવે છે અને આ પરંપરા આગળ પણ એજ પદ્ધતિથી ચાલશે તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં કવિતાને આગળ લઇ જવા માટે ઘણી સંસ્થાઓ કાર્યરત છે, જે સમયાનુસાર કવિ સંમેલન અને મુશાયર જેવા આયોજન કરે છે પરંતુ આજદિન સુધી કોઈ સંસ્થાએ સતત અને નિરંતર નિયમિત રીતે સો મહિના સુધી કવિ સંમેલન કર્યા હોય તેવું આજસુધી ક્યાય જોવા કે જાણવા મળ્યું નથી. અવસરના પ્રચાર પ્રસાર માટેનું પોસ્ટર બનાવી તેનો પ્રચાર પ્રસાર કરવાથી લઇ, કવિઓની પસંદગી, તેમને આપવાનો પુરસ્કાર, શ્રોતાઓ માટે ચા પાનીની વ્યવસ્થા, હોલ ભાડાની વ્યવસ્થા, કેમરામેન, વિડીઓ ગ્રાફર આ બધું દર મહીને નિયમિત મેનેજ કરવું અને એ પણ એક મજબૂત ટીમવર્ક સાથે એ કદાચ હર્ષ બ્રહ્મભટ્ટ જ કરી શકે તે તેમણે પોતાની કાબેલિયતથી બોલીને નહી કરી બતાવીને સાબિત કરી દીધું છે.
Leave a Reply