આકરી મહેનત અને કાબેલિયતથી ગારમેન્ટસની દુનિયામાં નામ રોશન કરનાર વિક્કી કોટક સમાજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત

આકરી મહેનત અને કાબેલિયતથી ગારમેન્ટસની દુનિયામાં નામ રોશન કરનાર વિક્કી કોટક સમાજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત

Spread the love

આકરી મહેનત અને કાબેલિયતથી ગારમેન્ટસની દુનિયામાં નામ રોશન કરનાર વિક્કી કોટક સમાજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત

વિક્કી કોટકની ફાઈલ તસ્વીર

દક્ષીણ ગુજરાતના સુરત શહેરમાં લોહાણા સમાજના વ્યક્તિઓ અનેક વ્યવસાયમાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે એક સામાન્ય પરિવારમાં જન્મેલ, તેજસ્વી અને કાબેલ યુવાન વિક્કી કોટક ગારમેન્ટસની દુનિયામાં ખુબ જ ટૂંકા સમયમાં પોતાનું અને લોહાણા સમાજનું નામ રોશન કર્યું છે.

એક નાનકડી દુકાનમાં નાના નાના ચાર પાંચ મશીનો સાથે કે.કે.ગારમેન્ટસ નામથી ગારમેન્ટસનું ઉત્પાદન શરુ કરનાર વિક્કી કોટક જલારામ બાપાનો પરમ ભક્ત છે, અને બાપાએ આપેલ તમામ મંત્રોને જીવનમાં વણી ચુક્યો છે. આજે એક દસકા કરતા ઓછા સમયમાં વિક્કી કોટક એક કરતા વધુ સ્થળ પર પોતાના ઉત્પાદન યુનિટ ઉભા કરી ચુક્યા છે અને પાંચસોથી વધુ કારીગરોને રોજીરોટી આપી રહ્યા છે. આજે કે.કે.ગારમેન્ટસ એટલે ફક્ત ગુજરાત જ નહી ભારતભરના લોકોની પહેલી પસંદગીની બ્રાંડ બની ચુકી છે.

આજે લોહાણા સમાજની સંસ્થાઓ આડેધડ અને લાગવગના જોર પર એવોર્ડ આપે છે ત્યારે સમાજના અગ્રણીઓએ અને મહાનુભાવોએ વિક્કી કોટક જેવા યુવાન પાસેથી સફળતાનો મંત્ર શીખવો જોઈએ અને તેને માનભેર સમાજમાં સ્થાન આપી સમાજમાં એક નવો ચીલો શરુ કરવો જોઈએ.

સુરત લોહાણા સમાજના અનેક વિસ્તારોમાં લોહાણા જ્ઞાતિજનોને વિક્કી કોટક અંગે પૂછતાં નાની ઉંમરમાં તેણે સમાજના અનેક વિદ્યાર્થીઓને મદદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે, એ સિવાય લોહાણા સમાજના કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિએ મદદ માટે હાથ લાંબો કર્યો હશે તો એ હાથને ક્યારેય વિક્કી કોટકે નિરાશ નથી થવા દીધો આવા યુવાનો સમાજને અને સમાજના અનેક યુવાનોને માર્ગદર્શન આપી શકે છે, સમાજના અગ્રણીઓએ પદ અને હોદ્દાના અભિમાન છોડી સ્વબળે આગળ આવેલા આવા યુવાનોને મહત્વ આપવું જોઈએ તેવી સમાજની આજની માંગ છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *