આભથી ઊંચું અમારું માપ છે ,નક્કોર નવી ધરા પર રઘુવંશી પગલાની છાપ છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે, તમામ રાજકીય પક્ષોએ લગભગ પોતાના ઉમેદવારો નક્કી કરી લીધા છે, ગુજરાતના મોટાભાગના તમામ સમાજના લોકોએ પોતાના સમાજને પુરતું પ્રતિનિધિત્વ મળે તે માટે દરેક રાજકીય પક્ષો સાથે વાતોઘાટો પૂર્ણ કરી લીધી છે, ઘણા વર્ષો પછી એવું બન્યું છે કે લોહાણા સમાજના જાગૃત યુવાનોની બનેલી સંસ્થા રઘુવંશી ક્રાંતિ મંચ આ વખતે મેદાનમાં આવી અને અદભૂત કહી શકાય તેવી કામગીરી કરી બતાવી છે.
આજે એ હાલ છે કે દરેક રાજકીય પક્ષોએ લોહાણા સમાજને ક્યાંક ને ક્યાંક માન,સન્માન અને મોભાદાર સ્થાન આપવું પડ્યું છે. આ વખતની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે ખુબ જ મહત્વની છે, આપ જીતે તો એક નવો ઈતિહાસ રચાશે પણ કદાચ હારે તો તેને કશું ગુમાવવાનું નથી. આ સંજોગમાં લોહાણા સમાજમાં એક નવી વાત એ બની છે કે છેલ્લા પચાસ વર્ષમાં ક્યારેય એવું નથી બન્યું કે લોહાણા સમાજને રાજકીય રીતે મજબૂત કરવા કોઈ આગળ આવ્યું હોય.
સૌરાષ્ટ્ર અને ગુજરાતના યુવાનોએ અને વડીલોએ સાથે મળી રઘુવંશી ક્રાંતિ મંચનો પાયો આજથી લગભગ છ સાત મહિના પહેલા નાંખ્યો હતો, અને આટલા ટૂંકા ગાળામાં નાની નાની મીટીંગોથી લઇ બંને મોટા સંમેલન કરી સમાજમાં એક નવી આશા અને ઉર્જાનો સંચાર કરવામાં સફળતા હાંસલ કરી છે. કોઈ જાતના વાડા ભેદ કે વિસ્તાર ભેદ વિના ચાલી રહેલી આ સંસ્થામાં આજદિન સુધી થયેલા તમામ કાર્યક્રમોમાં મોટાભાગનું ફંડ સંગઠનના વ્યક્તિઓએ પોતાના ખિસ્સામાંથી જ કાઢ્યું છે.
આગામી એક બે દિવસમાં તમામ રાજકીય પક્ષો દ્વારા ગુજરાતની તમામ ૧૮૨ સીટો માટેના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવશે, ત્યારે અહી એ પ્રશ્ન મહત્વનો નથી કે રઘુવંશી ક્રાંતિ મંચ કેટલું સફળ રહ્યું કે નિષ્ફળ રહ્યું..મહત્વનું એ છે કે હાર કે જીતના ડર વગર સમાજના યુવાનો વડીલોને સાથે રાખી પૂરી તાકાત અને શ્રદ્ધા સાથે લડ્યા છે, પરિણામ કદાચ આજે ના મળે તો પણ આગામી સમયમાં મહેનત અને આ વિચારધારા રંગ જરૂર લાવશે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.
રઘુવંશી ક્રાંતિ મંચના સ્થાપક હિરેન મશરૂ, સૌરાષ્ટ્રના અગ્રણી આગેવાન અશ્વિનભાઈ વિઠ્ઠલાણીને રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. ધર્મેશ ઠક્કરની જોડીએ એ કામ કર્યું છે તે કાબિલ-એ-દાદ છે, આ નવી સંસ્થાને શરૂઆતથી જ માર્ગદર્શક બની સાથ આપનાર શ્રી ફરસુભાઈ ગોક્લાણીની કુનેહ પણ કાબિલ-એ-દાદ છે.નવી સંસ્થાનો જેમ જેમ વ્યાપ વધતો ગયો તેમ તેમ નવા નવા હોશીલા અને જોશીલા કાર્યકરો સંસ્થા સાથે જોડતા રહ્યા જેમાં પ્રમુખ ડો.ધર્મેશ ઠક્કર,વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ નગદિયા, યોગેશભાઈ તન્ના, મેહુલભાઈ નથવાણી (રાજકોટ),શ્રી જલારામભાઈ ઠકકર, આકાશભાઈ પૂજારા (સી.એ.) (ગાંધીનગર), મહામંત્રીશ્રી મુન્નભાઈ ઠક્કર, રમેશભાઈ એમ.ગોકલાણી. (રાધનપુર), શ્રી શૈલેષભાઇ ઠક્કર (સુરેન્દ્રનગર), મધ્યઝોન પ્રમુખ પરાગ ઠક્કર, હિરેન ઠક્કર, પ્રવક્તા મુકેશભાઈ દાવડા (અમદાવાદ),સહ પ્રવક્તા સૌરભ ઠક્કર, જીજ્ઞેશભાઈ પુજારા (અમદાવાદ) , સહ ખજાનચી:- CA વિવેકભાઈ વિઠલાણી (અમદાવાદ), સૌરાષ્ટ્ર ઝોનમાંથી પ્રમુખ શ્રીમતી સોનલબેન વસાણી, રાકેશ દેવાણી,નીલેશ દેવાણી, કાર્તિક લાખાણી, કીર્તન ઠક્કર, રાજકીય સલાહકાર શ્રી જયકરભાઈ ચોટાઈ (વેરાવળ), શ્રી મહેશભાઈ ઠકકર (અમદાવાદ), શ્રી બીપીનભાઈ તન્ના (વેરાવળ), શ્રી પ્રણવભાઈ ઠક્કર (અમદાવાદ) જેવા મિત્રોએ છેલ્લા મહિનાનોમાં જે મહેનત કરી છે તેની અસર તમામ રાજકીય પક્ષમાં જોવા મળી રહી છે. તોફાની તાંડવ પરિવાર આર.કે.એમ.ના તમામ મિત્રોને નતમસ્તક વંદન કરી તેમણે કરેલી મહેનત બદલ તમામ મિત્રોને અભિનંદન પાઠવે છે.
Leave a Reply