કલરવ સાહિત્યિક પરિવાર દ્વારા રવિવારે કવિ સંમેલનનું આયોજન

કલરવ સાહિત્યિક પરિવાર દ્વારા રવિવારે કવિ સંમેલનનું આયોજન

Spread the love

કલરવ સાહિત્યિક પરિવાર દ્વારા રવિવારે કવિ સંમેલનનું આયોજન

ગુજરાતી કવિતા વિશ્વમાં નવા અવાજોને આગળ વધારી તેમને મંચ પૂરું પાડવાનું ભગીરથ કાર્ય કરી રહેલ સાહિત્યિક પરિવાર એટલે કલરવ પરિવાર, કલરવ પરિવાર દ્વારા આગામી તા.૧૬ માર્ચ રવિવારના રોજ દહેગામ તાલુકાના રખિયાલ મુકામે કવિ સંમેલનનું આયોજન કરેલ છે. આ અવસરમાં નામાંકિત કવિશ્રી કિશોર જીકોદરા સમારોહના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે જયારે અતિથી વિશેષ તરીકે કવિ જીગર ઠક્કર ‘ગઝલનાથ’, કવિ બાબુભાઈ નાયક, ગીરાબેન પીનાકીન ભટ્ટ, કવિ જે.એન.પટેલ તથા પ્રફુલ દવે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું સંચાલન વર્ષાબેન પટેલ તથા કવિશ્રી જલસાગર કરશે. રખિયાલ નજીક આવેલ હોટલ સ્વાગત ખાતે સવારે ૯/૩૦ થી બપોરે ૧ દરમ્યાન આ કવિ સંમેલન યોજાશે.

આ કવિ સંમેલનમાં ગુજરાતી કવિતા વિશ્વના અંદાજે ૧૧ કવિઓ કાવ્યપાઠ કરશે. કુસુમ પટેલ, મનુભાઈ પટેલ ‘મનમોજી’, રમેશ શર્મા ‘વ્યોમ’, રમેશકુમાર પાંચાણી, રાકેશ સોલંકી ‘બિન્દાસ’, ગીતાબેન પંડ્યા, ભારત પ્રજાપતિ ‘અદીશ’, પ્રકાશ સોલંકી, વંદના શાહ ‘વંદન’, ભરત પ્રજાપતિ ‘સ્નેહી’, ઉન્નતી વાંસદિયા ‘અવિરત’, સુરેશ પટેલ, પ્રકાશ કલસરિયા ‘યાદ’ તથા અનિરુદ્ધ ઠક્કર ‘આગંતુક’ કાવ્યપાઠ કરશે.

કલરવ પરિવાર તરફથી સાહિત્યના ભાવકોને આ અવસરમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *