દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા કાંકરિયાના ૧૯૯૮ બેચના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા કાંકરિયાના ૧૯૯૮ બેચના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

Spread the love

દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા કાંકરિયાના ૧૯૯૮ બેચના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

અમદાવાદ શહેરની અતિપ્રતિષ્ઠિત અને નામાંકિત શાળાઓની હરોળમાં જેનું નામ સદા અગ્રેસર રહ્યું છે તેવી અમદાવાદની દિવાન બલ્લુભાઈ શાળા કાંકરિયા શાખાના વર્ષ ૧૯૯૮ના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાઈ ગયું. જેમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ સાથે મળી મોજ મસ્તી કરી શાળા જીવનની અવનવી વાતો તાજી કરી હતી.

વર્ષ ૧૯૯૮ ના બેચના અમદાવાદ સહીત વિદેશમાં વસતા હોય તેવા ૬૦ જેટલા વિદ્યાર્થીઓ અમદાવાદ ખાતે આવેલ હોટલ સ્પાઈસ ઝોન ખાતે મળ્યા હતા અને મોજ મસ્તી સાથે જૂની અનેક યાદો વોગાડી હતી, પાંચ કલાક કરતા વધુ સમય ચાલેલા આ સ્નેહમિલનમાં સૌએ સાથે મળી ચા-નાસ્તા અને ભોજનનો આસ્વાદ માણ્યો હતો અને ફરી ફરી મળવાનો અને જૂની યાદો વાગોળવાન સંકલ્પ કરી છુટા પડ્યા હતા.

ઉપરોક્ત તમામ માહિતી દિવાન બલ્લુભાઈ શાળાના પૂર્વ વિદ્યાર્થી અને દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોશિએશન સાથે ગાઢ રીતે જોડાયેલ વડીલ શ્રી ક્ષિતિજ ઠાકોરે આપી હતી.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *