નો રીપીટ થીયરી ચોક્કસ નેતાઓ માટે જ કેમ..? : પ્રથા સારી છે તો સમગ્ર પક્ષ માટે કેમ નહી ..?

નો રીપીટ થીયરી ચોક્કસ નેતાઓ માટે જ કેમ..? : પ્રથા સારી છે તો સમગ્ર પક્ષ માટે કેમ નહી ..?

Spread the love

નો રીપીટ થીયરી ચોક્કસ નેતાઓ માટે જ કેમ..? : પ્રથા સારી છે તો સમગ્ર પક્ષ માટે કેમ નહી ..?

 

દેશમાં લોકસભાની ચૂંટણીના નગારા વાગી ચુક્યા છે, દરેક રાજકીય પક્ષો રાજકીય ગણિત સાથે સામાજિક ગણિત ગણી ઉમેદવારોની પસંદગી કરી નામો જાહેર કર્યા છે, ત્યારે આજે વાત કરવી છે, નો રીપીટ થીયરી બાબતે…

જનતાએ ભરોસો અને વિશ્વાસ રાખી મત આપી વિજેતા બનાવ્યા હોય, જનતાએ ખરેખર સવાલ કરવાનો સમય આવ્યો હોય ત્યારે જે તે પક્ષ એક નવો જ ઉમેદવાર રજુ કરી દે એનો સીધો અર્થ એ થાય કે ગત વખત પસંદ કરેલ ઉમેદવાર યોગ્ય કામગીરી કરી શક્યો નથી. અને જો એવું જ હોય તો તેની નિષ્ફળતા બદલ જવાબદાર કોણ..? તે ઉમેદવારની નિષ્ફળતા કે યોગ્યતા બદલ શું આજદિન સુધી કોઈ રાજકીય પક્ષે જનતાની માફી માંગી છે..? ચૂંટણી સમયે મુખ્ય મુદ્દાને ગુમરાહ કરવા નવા નવા મુદ્દા ઈરાદાપૂર્વક ઉભા કરી સતત મીડિયા અને સમાચાર માધ્યમોમાં ચલાવી જનતાને ગુમરાહ કરવાનો જે નવો ટ્રેન્ડ શરુ થયો છે તે ખુબ જ ખતરનાક છે. એમ સમજી લો કે એક બે મહિના માટે જનતાને ગુમરાહ કરી આગામી પાંચ વર્ષ માટે શાસન કરવાનો આ એક નવો રસ્તો બની ગયો છે.

‘નો રીપીટ’ થીયરી કેટલાક ચોક્કસ નેતાઓ માટે જ લાગુ પડતી હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે, નેતા દબંગ હોય, શક્તિશાળી હોય, કોઈ ચોક્કસ મોટા સમૂહમાંથી આવતો હોય તો તેની પર અનેક આરોપ હોય તો પણ તેની ટીકીટ રદ્દ ના થાય અને કેટલાક સારું કામ કરવા વાળા શાંત અને જનતાને ગમતા ઉમેદવારને ‘નો રીપીટ’ અનુસાર ટીકીટ રદ્દ કરી ઘરે બેસાડી દેવામાં આવતા હોવાનું પહેલી નજરે દેખાઈ રહ્યું છે.

નિયમ હોય કે બંધારણ એ તમામ માટે એક સરખો હોવું જોઈએ, વ્યક્તિએ વ્યક્તિએ નિયમ અને ધારાધોરણ અલગ ના હોઈ શકે અને જો એવું હોય તો તેને નિયમ નહી પરંતુ જોહુકમી કહી શકાય અથવા જનતા સાથે થઇ રહેલું અદભૂત છળ ગણી શકાય.

એક રાજનેતા જેટલો પીઢ અને અનુભવી થાય તેટલી તેનામાં શાસકીય સમાજ અને જ્ઞાન આવે છે, ફક્ત પાંચ વર્ષ કોઈ પણ હોદ્દા પર રહેલ વ્યક્તિ સંપૂર્ણ પોતાના અધિકાર વિષે સમજી શકે તે વાત બહુ ઓછા નેતાઓ માટે શક્ય હોય છે. ત્યારે દર પાંચ વર્ષે નવી વ્યક્તિને આગળ કરી અગાઉની વ્યક્તિને ઘરે બેસાડી દેવાની રમત રાષ્ટ્ર માટે અને લોકશાહી માટે જોખમી સાબિત થઇ શકે છે.

આજે ભારત એક વિકસિત અને શિક્ષિત રાષ્ટ્ર હોવાનું આપણે સૌ માનતા હોવા છતાં નક્કર હકીકત એ છે કે આજે પણ મોટા ભાગના લોકો વ્યક્તિને જોઇને પણ પક્ષના નિશાન ને જોઈને મત આપે છે, પક્ષ કે પક્ષની વિચારધારા શું છે તે જાણવા કે જોવાનો કોઈની પાસે સમય નથી અને કદાચ સમય હોય તો આજના કહેવાતા મોટા મીડિયા પરિવારો ચૂંટણી સમયે એવા એવા મુદ્દા ચગાવે છે કે મૂળ મુદ્દા જ જનતા ભૂલી જાય. ત્યારે હવે સમય પાકી ગયો છે કે મતદારોએ જાગૃત બની પોતાની વિવિક બુદ્ધિ અનુસાર પોતાના વિસ્તારના નેતા વિશેની સંપૂર્ણ માહિતી જાણી મતદાન કરવું જોઈએ.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *