પાલડી કન્યા છાત્રાલય ખાતે રવિવારે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

પાલડી કન્યા છાત્રાલય ખાતે રવિવારે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

Spread the love

પાલડી કન્યા છાત્રાલય ખાતે રવિવારે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

 

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ લોહાણા કન્યા છાત્રાલય ખાતે આગામી તા.૮.૧.૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૯.૦૦ કલાકથી વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ અવસરમાં વકતૃત્વ સ્પર્ધાનો મુખ્ય વિષય ‘આજના ભણતરમાં ગણતર અને ઘડતર છે ખરું ?’  રાખવામાં આવેલ છે જેને અનુલક્ષીને તમામ લોહાણા સમાજની વિદ્યાર્થીનીઓ પોતાનું વકતૃત્વ આપશે.

પાલડી કન્યા છાત્રાલય દ્વારા જાહેર કરેલી યાદી મુજબ આ સમારંભના મુખ્ય મહેમાન પદે લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ શ્રી યોગેશ લાખાણી ઉપસ્થિત રહેશે. જયારે અતિથી વિશેષ તરીકે લોહાણા મહાપરીષદના વરિષ્ઠ ઉપપ્રમુખ ધર્મેશ હરિયાણી, લોહાણા મહાપરીષદના કચ્છ ઝોનના પ્રમુખ કે.સી.ઠક્કર અને કચ્છ લોહાણા સમાજ,અમદાવાદના પૂર્વ પ્રમુખ જયેશભાઈ અનમ ઉપસ્થિત રહેશે.

શ્રી નટવરલાલ પ્રાણજીવનદાસ પોપટ તથા રમાબેન કાન્તિલાલ ઠક્કર આયોજિત ૨૪ મી વકતૃત્વ સ્પર્ધા-૨૦૨૩ માં મોટી સંખ્યામાં લોહાણા સમાજના અગ્રણીઓ, દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધારશે.

આ સુંદર અવસરમાં સ્વ.શારદાબેન મનહરલાલ ઠક્કર ખંભાતવાળા હ.રાજેન્દ્રભાઈ મનહરલાલ ઠક્કર તરફથી સમગ્ર અવસરના અલ્પાહાર અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવનાર છે.

ઉપરોક્ત સંસ્થામાં હાલમાં શ્રી રતિભાઈ ઠક્કર પ્રમુખ તરીકે,કનુભાઈ બી. ઠક્કર ઉપપ્રમુખ તરીકે અને એ.આઈ.ઠક્કર, કે.પી.ઠક્કર અને એચ.એમ.ઠક્કર મંત્રી તરીકે સેવાઓ આપી રહેલ છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *