લોહાણા સમાજના આક્રોશ સામે ઝૂકતી ગુજરાત સરકાર : આરોપી પોલીસકર્મી સસ્પેન્ડ
સૌરાષ્ટ્રના જામજોધપુર જીલ્લાના નરમાણા ગામ ખાતે થોડા દિવસ પૂર્વે લોહાણા સમાજની એક મહિલાની છેડતી કરી તેને માર મારનાર આરોપી પોલીસકર્મી પૃથ્વીરાજ જાડેજાને અંતે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ અંગે મળી રહેલી માહિતી મુજબ પીડિત મહિલાએ પોતાની છેડતી કરી માર મારનાર આરોપી પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા પરંતુ દિવસો વીતી જવા છતાં યેનકેન પ્રકારે બહાના બતાવી પોલીસ પીડિત મહિલાની ફરિયાદ નોંધવા આનાકાની કરતા પીડિત મહિલાની વ્હારે સૌરાષ્ટ્ર લોહાણા સમાજની સંસ્થા શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘની ટીમ આવી હતી,
સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર સમાજને આ બનાવની જાણ કાર્ય બાદ સંસ્થા દ્વારા વિવિધ સરકારી અધિકારીઓને રજૂઆત કરી આવેદન પત્ર આપવાનું શરુ કર્યું હતું જેના અનુસંધાને આજે તા.૬ સપ્ટેમ્બર ના રોજ સવારે ૧૧ કલાકે અમદાવાદ કલેકટરશ્રીને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ વહેલી સવારે મળી રહેલા સમાચાર મુજબ આરોપી પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવતા હાલ પુરતો આવેદન આપવાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે.
સરકારે આરોપીને સસ્પેન્ડ કર્યો તે ખૂબ જ સારી વાત છે પરંતુ તેણે ગુનો કર્યો છે તે મતલબની કાયદેસર ફરિયાદ નોંધી અને એક મહિલાની છેડતી કરી તેની મારમારવા બદલ જે કલમ હેઠળ જે ગુનો બનતો હોય તે નોંધી આગળની કાર્યવાહી કરવી જોઈએ તેવું લોહાણા સમાજના અનેક લોકો ઈચ્છી રહ્યા છે.
સમાજની પીડિત મહિલાની વ્હારે આવી આક્રમક બની લડી લેનાર શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘના કે.ડી.રઘુવંશીને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે, સાથે મજબૂત બની તેમને સાથ આપનાર સૌરભ ઠક્કર અને અમદાવાદ પૂર્વ લોહાણા સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ માવાણીને આ ક્ષણે તોફાની તાંડવ પરિવાર અભિનંદન પાઠવે છે.
સમાજના નામી અનામી યુવાનો, સંસ્થાઓ, જાગૃત કાર્યકરો જેમણે પણ સમાજની મહિલા માટે લડત લડી છે તે તમામ આ ક્ષણે અભિનંદનને પાત્ર છે.
Leave a Reply