ઉત્તર ગુજરાતના દિયોદરમાં નવનિર્મિત જલારામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

ઉત્તર ગુજરાતના દિયોદરમાં નવનિર્મિત જલારામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

Spread the love

ઉત્તર ગુજરાતના દિયોદરમાં નવનિર્મિત જલારામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના દિયોદર ખાતે આગામી તા.૨૨/૨૩/૨૪ ફેબ્રુઆરીના રોજ નવનિર્મિત જલારામ બાપાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવ માટે આયોજકો તરફથી મોટાપાયે તૈયારીઓ જોરશોરથી શરુ કરી સમગ્ર ગુજરાતભરમાં પૂ.બાપાના ભાવિક ભક્તોને, સમાજ અગ્રણીઓને, રાજકીય અગ્રણીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. દિયોદર ખાતે આવેલ સણાદર રોડ ઉપર આવેલ સી.એન.જી.પંપની બાજુમાં જલારામ બાપાનું અદ્યતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવમાં મૂર્તિ પ્રતિષ્ઠા તા.૨૪.૨.૨૦૨૩ ને શુક્રવારના રોજ કરવામાં આવશે, જેમાં ભૂદેવશ્રી બાલક્રિશ્ન શશીકાંતભાઈ ત્રિવેદી, ભાગવતાચાર્ય શાસ્ત્રીજી શ્રી કેતન પેરાણી, શાસ્ત્રી શ્રી આનંદપેરાણી તથા મેહુલભાઈ પેરાણી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા કરાવવામાં આવશે.

આ અવસરમાં ગુજરાતના અનેક નામાંકિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે જેમાં શ્રી કેશાજી ચૌહાણ (ધારાસભ્યશ્રી), ગુમાનસિંહજી વાઘેલા (પૂર્વ વિધાનસભા અધ્યક્ષ),માનસિંહજી વાઘેલા(પૂર્વ ધારાસભ્ય), શીવાભાઈ ભુરીયા(પૂર્વ ધારાસભ્ય),અનિલભાઈ માળી(પૂર્વ ધારાસભ્ય), સતીસભાઈ વિઠ્ઠલાણી(પ્રમુખ, લોહાણા મહાપરીષદ), પોપટલાલ અંબારામ અખાણી, જીતુભાઈ સોમાણી(ધારાસભ્યશ્રી), મહેન્દ્રભાઈ મશરૂ(પૂર્વ ધારાસભ્ય) તથા નીમાબેન આચાર્ય (પૂર્વ વિધાનસભા અધ્યક્ષ) મુખ્ય છે.ગુજરાતના તમામ લોહાણા મહાજનોને આ અવસર માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવમાં ગુજરાતના નામાંકિત સંત શ્રી જાનકીદાસજી બાપુ (મહંતશ્રી,કમીજલા), શ્રી જયરામદાસ બાપુ ( કટાવધામ), શ્રી અંકુશગીરી બાપુ (સણાદર આશ્રમ), બ્રહ્માકુમારી ઉર્મિલાબેન (ઓમ શાંતિ પરિવાર, દિયોદર) તથા શ્રી શારદાબેન તથા રમાબેન (ભેંસાણ ગૌશાળા) પધારી આશીર્વચન આપશે.

મહોત્સવ અંતર્ગત યોજાનાર દાયરામાં નાણાંકીત કલાકારો બ્રિજરાજ દાન ગઢવી, ચતુરદાન ગઢવી તથા ગીતાબેન રબારી ઉપસ્થિત ભક્તોને પોતાના મધુર કંઠથી ભજનો અને લોકગીતોથી તરબોળ કરશે.

આ મહોત્સવ માટે મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી મનુભાઈ રતિલાલ ઠક્કર, ઉપપ્રમુખશ્રી ડો. દીપકભાઈ પી. ઠક્કર તથા મંત્રીશ્રી ઠક્કર ઘનશ્યામભાઈ નાનજીભાઈ તરફથી આગ્રહપૂર્વક તમામ ભાવકોને આમંત્રણ પાઠવ્યું છે. સાથે દિયોદરના તમામ લોહાણા મહાજન જેમાં દેશી લોહાણા મહાજન દિયોદરના પ્રમુખશ્રી સોમાભાઈ એન.ઠક્કર, વાગડ લોહાણા મહાજનના પ્રમુખશ્રી સેવંતીલાલ એન.ઠક્કર તથા પારકર લોહાણા સમાજના પ્રમુખશ્રી નરેશભાઈ ડી. ઠક્કર તરફથી સમગ્ર લોહાણા સમાજને પધારવા આગ્રહભેર આમંત્રણ પાઠવેલ છે.

ઉપરોક્ત તમામ માહિતી દિયોદરના પીઢ અગ્રણી શ્રી પી.ડી.ઠક્કર દ્વારા તોફાની તાંડવને આપવામાં આવેલ છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *