પાલડીના જિંદાદિલ પોલીસ ઇન્સ્પેકટરની અદભૂત પહેલ : જનતામાં ખુશીનો માહોલ

પાલડીના જિંદાદિલ પોલીસ ઇન્સ્પેકટરની અદભૂત પહેલ : જનતામાં ખુશીનો માહોલ

Spread the love

પાલડીના જિંદાદિલ પોલીસ ઇન્સ્પેકટરની અદભૂત પહેલ : જનતામાં ખુશીનો માહોલ

અમદાવાદ શહેરના સુશિક્ષિત ગણાતા એલીસબ્રીજ વિસ્તારમાં આવેલ પાલડી પોલીસ સ્ટેશન ભૌગોલિક રીતે મુખ્ય માર્ગ પર આવતું હોવાથી અને આંબેડકર બ્રિજના કારણે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતું હોવાથી તેની જવાબદારી અનેક ઘણી વધી જાય છે.

આવા પાલડી પોલીસ સ્ટેશનમાં હજી હમણાં જ આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર સિંધુ સાહેબ ખુબ જ જિંદાદિલ અને કૈક કરી છૂટવાનો ઉત્સાહ તેમની વાતો અને તેમના શબ્દોમાં જણાઈ રહ્યો છે, સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો ડર દુર થાય અને જનતા પોલીસની મિત્ર બને તે દિશામાં કામ કરવાની તેમની લાગણી અને ભાવના અંગે તેમના મળનાર તમામ સ્થાનિક મહાનુભાવો જણાવી રહ્યા છે.

આગામી ઉતરાણના પર્વ નિમિત્તે મુખ્ય માર્ગ પર નીકળતા રોજના હજારો વાહનચાલકો સાથે કોઈ ગંભીર દુર્ઘટના ના બને તેની અગમચેતી રાખી વર્તમાન પી.આઈ.શ્રી સિંધુ સાહેબ દ્વારા સ્થાનીક જાગૃત નાગરિકો સાથે મળી આ વિસ્તારમાંથી પસાર થતા ટુ વ્હીલરના ચાલકો માટે ખાસ સેફટીગાર્ડ લગાવી આપવાની અનોખી પહેલ કરી છે. પોલીસ અને પ્રજા મિત્ર બની કામ કરે તે ક્ષણ અને તે અવસરનો આનંદ અને ઉમળકો અલગ જ હોય છે જે અત્યારે પાલડી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે.

સામાન્ય નાગરિકોનું હિત જેને હૈયે વસ્તુ હોય તેવા પોલીસ અધિકારી હંમેશા આદર અને સન્માનને પાત્ર બનતા હોય છે, પાલડી પોલીસ ઇન્સ્પેકટરની આ પહેલને તોફાની તાંડવ પરિવાર નતમસ્તક વંદન કરી બિરદાવે છે અને તેમની આ કામગીરી બદલ તેમને અભિનંદન પાઠવે છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *