રોડ રસ્તાના નામ બદલી વટવામાં વિકાસની સદી બતાવતા પ્રદીપસિંહ જાડેજા : સોશિયલ મીડિયા પર ફ્લોપ શો
વટવા વિસ્તારના ધારાસભ્ય પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને એ વાતનો અંદેશો આવી ગયો છે કે આ વખતે ભારતીય જનતા પક્ષ તેમની ઉપર લાગેલા ગંભીર આક્ષેપો, નબળી કામગીરી અને સ્થાનિક કક્ષાએ વિરોધના કારણે તેમને ટીકીટ નહી ફાળવે તેની સામે પાંચ વર્ષ દરમ્યાન કોઈ નક્કર કામગીરી નહી કરી શકનાર પૂર્વ ગ્રુહ મંત્રી હાલ વટવા વિસ્તારમાં રોડ,રસ્તા અને ચોકના નામ કરણ કરી તેને વિકાસમાં ખપાવી રહ્યા છે.
આશ્ચર્ય અને નવાઈની વાત એ છે કે સ્થાનિક સામાજિક આગેવાનોના નામનો ઉપયોગ કરી તેમના નામે રોડ રસ્તા જાહેર કરી નારાજ અને નિરાશ લોકોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આજે પ્રદીપસિંહ જાડેજા સત્તામાં ના હોવા છતાં ભીડ ભેગી કરવા માટે છૂટથી પોલીસ અને પોતાના પાવરનો ઉપયોગ કરતા હોવાનું સ્થાનિક અગ્રણીઓ જણાવી રહ્યા છે.
પ્રદીપસિંહ જાડેજા સરકારમાં જયારે નંબર ટુ નું સ્થાન ધરાવતા હતા, પોતે ગૃહમંત્રી હતા ત્યારે તેમની અંત્યંત નજીકના સાથી મિત્ર રમેશ કાંટાવાળાની ઓફિસથી તેમનો સઘળો કારોબાર ચાલતો હતો તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, અનેક આઈ.એ.એસ., આઈ.પી.એસ. અને કલેકટરની બદલીઓના વહીવટ તેમની ઓફિસથી થતા હતા અને તે સમયે સ્થાનિક કાર્યકરોને સાચવવામાં ક્યાંક ને ક્યાંક પ્રદીપસિંહ જાડેજા કાચા પડ્યા હોય તેવું હાલમાં લાગી રહ્યું છે.
વટવા વિધાનસભામાં અતુલ પટેલ એક મોટું અને કદ્દાવર નામ છે, તેમની સાથે અગાઉ કોંગ્રેસ પક્ષ દ્વારા અન્ય થતા તેઓ કોંગ્રેસ છોડી ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે, વર્ષો સુધી તેઓ કોર્પોરેટર તરીકે સુંદર કામગીરી કરી ચુક્યા છે, આજે તેમનો પુત્ર રામોલ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટણી જીતી રહ્યો છે. હાથીજણ, વિવેકાનંદનગર સહીત વટવાનો મોટાભાગનો વિસ્તાર અતુલ પટેલને ન્યાય મળે તેવું ઈચ્છી રહ્યો છે.
જો અહી પ્રદીપસિંહ જાડેજા ટીકીટ મેળવવામાં નિષ્ફળ જાય તો અતુલ પટેલને ભારતીય જનતા પક્ષ ટીકીટ આપશે તે નક્કી છે.
આગામી વિધાનસભાની ચૂંટણી અંત્યંત રસાકસીભરી બની રહેશે તે વાતમાં કોઈ શંકા નથી, ગત વિધાનસભામાં ૬૦ કરતા વધુ બેઠકો ઉપર હારજીતનું માર્જીન ૫૦૦ થી ૫૦૦૦ વાતનું રહ્યું હતું, આ વખતે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બંનેના વોટ તોડશે તે નક્કી છે ત્યારે દરેક રાજકીય પક્ષે મજબૂત ઉમેદવાર જ પસંદ કરવો પડશે.
પ્રદીપસિંહ જાડેજા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા ઉપર વટવામાં વિકાસની સદીના મથાળા હેઠળ જે ફોટા મૂકી રહ્યા છે તેને પણ સ્થાનિક જનતા અને કાર્યકરો દ્વારા સાવ નબળો અને મોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
Leave a Reply