ભાયાવદરમાં ન્યાયમંદિરને તાળાં લાગશે તો ઉગ્ર આંદોલન
ભાયાવદરમાં ન્યાયમંદિરને તાળાં લાગશે તો ઉગ્ર આંદોલન
કોર્ટને શરૂ રાખવા કાયદામંત્રી, સાંસદ, ધારાસભ્યને રજૂઆત
ભાયાવદર નગરપાલિકા ધરાવતું શહેર છે. અને ગોંડલ સ્ટેટ વખતથી જ સુખી અને સમૃદ્ધ છે છતાં ભાયાવદર શહેર વિકાસની સ્થિતિએ ઘણું પાછળ હોય ત્યારે શહેરમાં આવેલી લિંક કોર્ટને બંધ કરવાની હિલચાલ સામે ભાજપ પ્રેરિત હિત રક્ષક સમિતિ દ્વારા આ કોર્ટ અહીં જ ચાલુ રાખવામાં આવે તે માટે સરકારના કાયદા મંત્રી તથા સાંસદ અને ધારાસભ્યને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. સાથોસાથ એવી પણ ચીમકી આપવામાં આવી છે કે જો ન્યાય મંદિરને તાળાં લાગશે તો ઉચ્ચ આંદોલન છેડાશે.
આ કોર્ટ બંધ કરવાના પ્રશ્ન બારામાં સમિતિના અધ્યક્ષ વી.સી.વેગડાએ
ખ઼ાવ્યું હતું કે શહેરના જૂના અવેડા ચોક ખાતે આજથી 6 વર્ષ પહેલા દરેક મહિનાના પહેલા સોમવારથી ચાલુ કરીને અઠવાડિયા સુધી ચાલે તેવી રીતે એક લિંક કોર્ટ ચાલુ કરવામાં આવી હતી, અને આ કોર્ટને કાયમી ધોરણે ચલાવવા માટે એક માંગ કરવામાં આવી હતી તેને મંજૂરી પણ મળી ગઈ હતી અને 5 થી 7 મહિના પહેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જ દ્વારા ભાયાવદરમાં જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટનું ભાયાવદર પડવલા રોડ ખાતે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતી..
હતું. ત્યારે કાયમી ધોરણે કોર્ટ ચાલુ થાય એ તો પછીની વાત, પણ જે લિંક કોર્ટ ચાલુ છે તેને બંધ કરવાની હિલચાલ ચાલુ થઈ છે.તે અમારી સમિતિને જાણ થતા અમો એ કાયદામંત્રી,સાંસદ અને
પારાસભ્યને લેખિતમાં રજુઆત કરી છેકે ભાયાવદર શહેરને ઘણા લાંબા સમય પછી સારી સુવિધા મળી છે અને જો આ અમારી સુવિધાને બંધ કરીને જો દુવિધા ઉભી કરવામાં આવશે તો હિટ રક્ષક સમિતિ દ્વારા શહેરના વકીલો, વેપારીઓ તેમજ ખેડૂત આગેવાનો અને લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને અમોને ન્યાય નહીં મળે તો ભાયાવદર ગામ અચોક્સ મુદત સુધી બંધ રાખવામાં આવશે તેવી અંતમાં ચીમકી પણ ઉચ્ચારી
રિપોર્ટ વિજય રાડીયા ભાયાવદર
Leave a Reply