હાલાઈ લોહાણા મહાજન ટ્રસ્ટ મુંબઈની પ્રગતિ અને સમાજલક્ષી પ્રવૃતિનુ અનુકરણ સૌરાષ્ટ્ર ગુજરાતના મહાજનોએ કરવુ જોઈએ : યોગેશ ઉનડકટ

હાલાઈ લોહાણા મહાજન ટ્રસ્ટ મુંબઈની પ્રગતિ અને સમાજલક્ષી પ્રવૃતિનુ અનુકરણ સૌરાષ્ટ્ર ગુજરાતના મહાજનોએ કરવુ જોઈએ : યોગેશ ઉનડકટ

Spread the love

હાલાઈ લોહાણા મહાજન ટ્રસ્ટ મુંબઈની પ્રગતિ અને સમાજલક્ષી પ્રવૃતિનુ અનુકરણ સૌરાષ્ટ્ર ગુજરાતના મહાજનોએ કરવુ જોઈએ : યોગેશ ઉનડકટ

 દેશ ભરના મહાજનોમાં જેની ગણના મોટા મહાજન તરીકે થાય છે તેવુ  હાલાઇ લોહાણા મહાજન મુંબઈની પ્રગતિ અને પ્રવૃતિનુ અનુકરણ ખાસ સૌરાષ્ટ્ર ગુજરાતના તાલુકા જિલ્લા મથકના મહાજનો અનુકરણ કરે તો લોહાણા સમાજની સ્થાનિક સમસ્યાઓ જ ન રહે

છેલ્લા ૨૭ વર્ષથી આદરણીય શ્રી સતીષ ભાઈ દત્તાણીના નેતૃત્વમા ડો.સુરેશભાઈ પોપટ, પિયુષભાઈ ગંઠા અને ટ્રસ્ટી મંડળ, કારોબારી મેમ્બર્સ અનેક દાતાઓના સહયોગથી મુંબઈ હાલાઇ લોહાણા સમાજની પ્રગતિ ઉડી ને આંખે વળગે છે. જેમાં મુખ્યત્વે.એજ્યુકેશન સહાય,મેડિકલ સહાય,મેડિકલઈમ સહાય,હોસ્ટેલ, અતિથિ ગૃહ,આરોગ્ય ભવન,વિધવા સહાય,નિરાધાર સહાય,અનાજ વિતરણ,મેરેજ બ્યુરો,સગાઈ લગ્ન માટે મહાજન વાડીની ટોકન દરે સુવિધા,એ સી હૉલ અને નવી જરૂરિયાત વાળા વિસ્તારમા નવી મહાજન વાડીનુ નિર્માણ,પ્રવાસન પ્રવૃતિ  જેવી વિવિધ લક્ષી પ્રવૃતિ ૨૭ સમિતિઓના માધ્યમથી સમિતિઓને મહાજન યોગ્ય બજેટ ફાળવીને યોગ્યતા મુજબ ઓન લાઇન સહાય તેમજ પ્રવૃતિ કરવામા આવે છે..

જે પ્રવૃતિથી સૌરાષ્ટ્ર સહીત ગુજરાતના અનેક મહાજનો પરિચિત છે  અને આવી પ્રવૃતિ સંપૂર્ણ પારદર્શકતા થી થાય છે,ટ્રસ્ટીઓ હમેશા ઓછા હોય છે પણ કારોબારી અને સમિતિના માધ્યમથી ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ સતાનુ વિકેન્દ્રીકરણ કરી પ્રવૃતિને વેગ આપી નાના મા નાના માણસ સુધી મુંબઈ જેવા સિટી અને પરાઓમા મહાજન પહોંચે છે એ બહુ મોટી વાત કહેવાય.

હાલાઇ લોહાણા મહાજન ટ્રસ્ટ તરફથી થઇ રહેલી ઉપરોક્ત તમામ કામગીરીના અનેક મહાજનો સાક્ષી છે સોરઠ સૌરાષ્ટ્રમા અનેક વિદ્યાર્થીઓ અને અનેક પરિવારજનોને જયારે જરૂર પડી ત્યારે મદદ મળેલી છે, ટુંક માં એવું કહી શકાય કે હલાઇ લોહાણા મહાજન મુંબઈ પોતાના કાર્યક્ષેત્રમા અને કાર્યક્ષેત્ર બહાર સૌરાષ્ટ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને પણ યોગ્ય સહાય સાથે અતિથિ ગૃહ અને સફળતા પૂર્વક હોસ્ટેલનુ સંચાલન સાથે સુવિધા આપે છે.

 સૌરાષ્ટ્ર ગુજરાતના તાલુકા મથક કે જિલ્લા મથક પર ના મહાજનો જો આવિ પ્રવૃતિ કરે તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં લોહાણા સમાજની મોટા ભાગની નાની સમસ્યાઓનો અંત આવે, એક મહાજન ખાલી મહાજન વાડીના વહીવટ પુરતું ન રહે પણ સમાજની જરૂરિયાતો પર પણ ધ્યાન આપે એ જરૂરી છે, અમે તાલાલા લોહાણા મહાજન અને લોહાણા સમાજ અને ટ્રષ્ટ આવુ કરવાનો પ્રયાસ કરીએ છે અને પરિણામ પણ મેળવીએ છે આવો પ્રયાસ દરેક મહાજનોએ કરવો જોઈએ. જો એક મહાજનમાં પદ ઉપર યોગ્ય વ્યક્તિ હોય તો આવી બધી જ પ્રવૃતિ થઇ શકે છે જરૂરી છે ઈચ્છાશક્તિ અને સમજ અને દાતાઓના વિશ્વાસની દરેક મહાજન આવી પ્રવૃતિ કરી શકે છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *