નિર્દોષ જૈન યુવકને બેરહેમીથી ફટકારનાર પાલડી પોલીસ સ્ટેશન પોલીસકર્મીઓ સામે પીડિત યુવાન દ્વારા ફરિયાદ
નિર્દોષ જૈન યુવકને બેરહેમીથી ફટકારનાર પાલડી પોલીસ સ્ટેશન પોલીસકર્મીઓ સામે પીડિત યુવાન દ્વારા ફરિયાદ
પાલડી વિસ્તારમાં આવેલ શાંતિવન ખાતે રહેતા બીવિક શાહ નામના જૈન યુવકને તેમની પત્ની સાથે સામાન્ય વાતમાં બોલાચાલી થતાં તેમની પત્ની દ્વારા ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસ બોલાવી લેતા પાલડી પોલીસ દ્વારા બીવિક શાહ સામે કલમ ૧૫૧ હેઠળ ગુનો નોંધી તેમને કોર્ટમાં રજુ કરતા જામીન પર છુટકારો થયો હતો,
આ ઘટના બન્યા બાદ તેમણે પોતાના પરિવારજનોની હાજરીમાં પોતાની પત્નીને ઘરની સામાન્ય વાતમાં પોલીસ ના બોલાવાય તેવું કહેતા તેમના પત્ની એ ફરીથી પોલીસને આ બાબતની જાણ કરતા પાલડી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી કિશોરભાઈ કલાણા અને સાગરભાઈએ બીવિક શાહને ફોન કરી તાત્કાલિક પોલીસ સ્ટેશન આવી જવા જણાવેલ હતું, ત્યારબાદ બીવિક શાહ અને તેમની માતા પોલીસ સ્ટેશન પહોંચી જતા પોલીસ કર્મીઓ દ્વારા તેમના માતાને ઘર પરત મોકલી દીધા હતા અને કોઈ પણ જાતનો ગુનો નોંધ્યા વિના બીવિક ને અંત્યત ગંદી અને બીભત્સ ગાળો બોલી તેમાં કપડા કઢાવી અર્ધનગ્ન કરી પટ્ટા, હંટર અને ગડદાપાટુંનો માર માર્યો હતો જેને કારણે સમગ્ર શરીર ઉપર સોળના નિશાન ઉપસી આવ્યા હતા, આટલું ઓછું હોય તેમ નિર્દય બનેલા પોલીસકર્મી દ્વારા બીવિક શાહને ગુપ્ત ભાગમાં માર મારતા તેમને અસહ્ય પીડા થતા તેમને વી.એસ.હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા.
પોતાનો કોઈ ગંભીર વાંક કે ગુનો ના હોવા છતાં પોલીસ દ્વારા બેરહેમીથી માર મારતા આખરે બીવિક શાહ દ્વારા ઝોન-૭ ના ડી.સી.પી.ને રૂબરૂ મળી પોતાની ફરિયાદ આપી જવાબદાર પોલીસકર્મીઓ સામે પગલા ભરવા દાદ માંગી છે. આ બાબતે સ્થાનિક સુત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ આજે બીવિક શાહ અને તેમનો પરિવાર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરી ને પણ ન્યાય માંગવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.
Leave a Reply