પાલડી પોલીસ સ્ટેશન ખાતે ‘લોન મેળા’નો કાર્યક્રમ સંપન્ન થયો

પાલડી પોલીસ સ્ટેશન ખાતે ‘લોન મેળા’નો કાર્યક્રમ સંપન્ન થયો

Spread the love

પાલડી પોલીસ સ્ટેશન ખાતે ‘લોન મેળા’નો કાર્યક્રમ સંપન્ન થયો

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેમાં સરકારના પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ ઝોન-૭ અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન (યુ.સી.ડી.)ના સંયુક્ત ઉપક્રમે

પી.એમ. સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજનામાં શેરી ફેરીયાઓને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે ‘લોન ધિરાણ કેમ્પનું’ પાલડી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ તા.૦૯.૦૨.૨૦૨૩ ને ગુરુવારના રોજ આયોજન કરવામાં આવેલ જેમાં એલીસબ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ તથા પાલડીના કોર્પોરેટર શ્રી પ્રિતેશભાઈ મહેતાએ ઉપસ્થિત રહ્યા હતા.

આજે પાલડી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ આ કેમ્પમાં અસંખ્ય લોકોએ ઉપસ્થિત રહી આ ‘લોન ધિરાણ’ મેળાને સફળ બનાવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાલડી પોલીસ સ્ટેશનના હોનહાર ઇન્સ્પેક્ટર શ્રી આર.જી.સિંધુ સાહેબ તથા અમદાવાદ મ્યુ. કોર્પોરેશન યુ.ડી.સી. પ્રોજેક્ટ ઓફિસર શ્રી વિનોદભાઈ ડામોર દ્વારા કરવામાં આવ્યું હતું.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *