ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજને જાહેર અપીલ
આજરોજ તા. ૧૧.૧૧.૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે, રઘુવંશી લોહાણા સમાજના સામાજિક આગેવાનોની મિટિંગ મળી. તેમાં નિર્ણય લેવાયો છે કે, આવતીકાલ તારીખ 12/11/22 શનિવાર બપોરે 2 વાગ્યે ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે, બહોળી સંખ્યામાં આપણાં સમાજના લોકોએ પહોંચી જવું. અને હંમેશા BJP ને વફાદાર રહેલા આપણા સમાજને, ટિકિટોની ફાળવણીમાં થયેલા અન્યાયને દૂર કરીને,બીજી 2 જગ્યાએથી ટિકિટ આપીને કુલ 3 ઉમેદવારોને BJP ના ઉમેદવાર બનાવે, તેવી હક્કથી ભારપૂર્વક રજૂઆત કરવી.
પાર્ટી રાજકારણથી પર રહીને, આખા ગુજરાતના સર્વે રઘુવંશીઓને વિનંતી કે સૌ પોતાની જવાબદારી સમજી મોટી સંખ્યામાં હાજર રહીને, આપણાં સમાજના રાજકીય અસ્તિત્વની આ લડાઈમાં સહભાગી બનશો.
સમય: 12/11/22 શનિવાર, બપોરે 2 વાગ્યે.
સ્થળ: કમલમ, BJP કાર્યાલય, કોબા સર્કલ નજીક, ગાંધીનગર.
Leave a Reply