નામાંકિત બિલ્ડરના પુત્રને બચાવવા દબાવી દેવામાં આવેલો ડ્રગ્સ કેસ : ટૂંક સમયમાં સાચા ગુનેગારોનો પર્દાફાશ
અમદાવાદ શહેરમાં આજથી લગભગ એક વર્ષ અગાઉ ઓનલાઈન ડ્રગ્સ મંગાવી તેનો ઉપયોગ કરવાનું અને વેચવાનું રેકેટ પકડી પાડવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય આરોપી સહીત અન્ય છ ધનાઢ્ય પરિવારના નબીરાઓ હોવાનું મોટાભાગના મીડિયામાં જાહેર થયું હતું પરંતુ તે કયા મોટાબાપના દીકરા હતા તે આજદિન સુધી જાહેર થયું નથી. આ અંગે તોફાની તાંડવ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા અમદાવાદ શહેરના એક નામાંકિત બિલ્ડરના કૌભાંડી પૂત્રને બચાવવા આખો કેસ રફેદફે કરી નાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જયારે અમદાવાદ શહેરની નામાંકિત ઝાયડસ હોસ્પીટલમાં ડ્રગ્સના ઓવરડોઝના કારણે ત્રણ ત્રણ મહીંના સુધી સારવાર લેનાર છ પૈકીના એક આરોપીની ખુદ એક આઈ.પી.ઓફિસર દ્વારા સિક્યુરીટી પૂરી પાડી હોવાનું બહાર આવ્યું છે.
આ કેસમાં ડ્રગ્સ ખરીદનાર અને વેચનાર તો ગુનેગાર છે જ પરંતુ પોતાના ગુનેગાર પુત્રના કારનામાં છુપાવનાર ગુનેગારનો પરિવાર પણ એટલો જ જવાબદાર બને છે, સાથે સાથે ઝાયડસ હોસ્પિટલ પણ આ કેસમાં ગુનેગારોને છાવર્યા હોવાના કારણે શંકાના દાયરામાં આવે છે અને તેના પણ મુખ્ય ડોક્ટર્સ અને જવાબદાર વ્યક્તિઓની પૂછપરછ કરી તેમની સામે પણ પગલા ભરવા જોઈએ.
આ કેસમાં એક આઈ.પી.એસ.કક્ષાની વ્યક્તિ એક ગુનેગારની વાત જાહેર ના થઇ જાય એટલા માટે એક સિક્યુરીટી ગાર્ડ બની હોસ્પીટલમાં સેવા આપે તે વાત ગુજરાત પોલીસ અને વર્તમાન સરકાર માટે અંત્યંત શરમજનક કહેવાય.
આ અંગે તોફાની તાંડવના ક્રાઈમ રિપોર્ટર દ્વારા ઊંડી તપાસ કરી આંખો પહોળી થઇ જાય તેવી હકીકત પુરાવા સાથે શોધી છે અને ટૂંક સમયમાં જ આ આખી સત્ય ઘટના જાહેર કરી સાચા ગુનેગારોને નાર્કોટીક્સ એક્ટના કાયદા હેઠળ પકડવામાં આવે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.
Leave a Reply