લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમને વિશ્વવ્યાપી મળી રહેલો પ્રચંડ આવકાર

લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમને વિશ્વવ્યાપી મળી રહેલો પ્રચંડ આવકાર

Spread the love

લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમને વિશ્વવ્યાપી મળી રહેલો પ્રચંડ આવકાર

લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાપરીષદના પ્રમુખ સતીષ વિઠ્ઠલાણી પોતાની આગવી કોઠાસૂઝ અને કાબેલીયતના દમ પર પ્રમુખ તરીકે જે કામગીરી કરી રહ્યા છે તે કાબિલ-એ-દાદ છે, છેલ્લા વીસ વર્ષનું તારણ કાઢવામાં આવે તો અગાઉ ના થયા હોય તેવા કામો આજે લોહાણા મહાપરીષદના બેનર હેઠળ થઇ રહ્યા છે, આધુનિક યુગ સાથે તાલ મિલાવી તેમણે દરેક પ્રકારની સહાય માટેની સંપૂર્ણ પ્રક્રિયા પણ ઓનલાઈન કરી દીધી હોવાથી સામાન્ય જ્ઞાતિજનો સરળતાથી લોહાણા મહાપરીષદ સુધી પોતાની વેદના પહોંચાડી શકે છે અને ત્વરિત રીતે મદદ મેળવી શકે છે. જેમાં આરોગ્ય સહાય, શિક્ષણ સહાય, ઉચ્ચ શિક્ષણ સહાય સહીત અનેક પ્રકારની સહાયનો લાભ ભારતભરના લોહાણા સમાજના જ્ઞાતિજનો લઇ રહ્યા છે.

તાજેતરની વાત કરવામાં આવે તો લોહાણા સમાજને વેપાર વાણીજ્યના એક કરી તેમના વેપારને હજી વધારવા માટે જે અદભૂત સ્વપ્ન જોયું અને તેને સાકાર કરવા માટે તેમણે જે રાત દિવસ મહેનત કરી છે તે આજની તારીખે કોઈ પણ સમાજના પ્રમુખે ના કરી હોય તેવી કામગીરી કરેલ છે. જેમાં સારા અને શ્રેષ્ઠ પરિણામ ચોક્કસ આગામી સમયમાં મળશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.

લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમ નામથી લોહાણા સમાજના વેપારી મિત્રોને એક કરી સમાજમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઇ ચુકી છે, દરેક જીલ્લામાં તેને ખુબ સારો અને સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. હજી ગઈકાલે જ જામનગર ખાતે લોહાણા મહાપરીષદની સપ્તમ કોરોબારી મળી હતી જેમાં કોઈ જ વાદ વિવાદ વગર લગભગ ગુજરાત લોહાણા સમાજના તમામ અગ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, આગામી તા. ૫ ડીસેમ્બર ના રોજ ‘લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમ’ ને અનુલક્ષી એક મીટીંગનું આયોજન કરેલ છે, જેમાં પણ જ્ઞાતિજનોનો ઉત્સાહ જોતા તે પણ ખુબ જ સફળ રહેશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.

પોતાના વિશાળકાય વેપારી સામ્રાજ્ય માંથી સમય કાઢી પોતાની એક એક ક્ષણ જયારે સતીષ વિઠ્ઠલાણી સમાજને આપી રહ્યા છે, પોતાની ઉમરની પરવા કાર્ય વગર લગભગ દરરોજ એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજે શહેર સમાજને એક કરવા, સમાજને મજબૂત કરવા મથતા હોય તો સમાજની પણ એક નૈતિક જવાબદારી છે કે આવા પ્રમુખના સમર્પણને વંદન કરી સમાજ હિતમાં જે કોઈ પણ આહુતિ પોતે આપી શકતા હોય તે આપી સાચી સમાજ સેવા કરવી જોઈએ.

શિક્ષણ જગત સાથે જોડાયેલા મંત્રી હરીશભાઈ ઠક્કર પણ પ્રમુખના આપેલા મંત્ર મુજબ હોઠ મૌન રાખી સદાય સમાજને વિકાસની દિશામાં લઇ જવા અને સમાજને વધુ મજબૂત કરવાની દિશામાં કામ કરી રહ્યા છે અને તેમને લોહાણા મહાપરીષદના તમામ  ઝોન પ્રમુખશ્રીઓ અને રીજનલ પ્રમુખશ્રીઓનું સમર્થન મળી રહ્યું છે ત્યારે ફક્ત અમદાવાદ કે ગુજરાત જ નહી વિશ્વ ભરના લોહાણા સમાજને વર્તમાન પ્રમુખની અને તેમની ટીમની કામગીરીનું તટસ્થ મુલ્યાંકન કરી તેમના કામને ચોક્કસ બીરદાવવું જોઈએ તે લોહાણા સમાજના આવનાર ભવિષ્ય માટે ઇચ્છનીય છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *