પૂ.જલારામ બાપાની ૧૪૪ મી પુણ્યતિથી નિમિત્તે શીતલ વર્ષા પરિવાર દ્વારા શ્રદ્ધાસભર આયોજન

પૂ.જલારામ બાપાની ૧૪૪ મી પુણ્યતિથી નિમિત્તે શીતલ વર્ષા પરિવાર દ્વારા શ્રદ્ધાસભર આયોજન

Spread the love

શીતલ વર્ષા પરિવારની પૂ.જલારામ બાપા પ્રત્યે ગજબની આસ્થા

પૂ.જલારામ બાપાની ૧૪૪ મી પુણ્યતિથી નિમિત્તે શીતલ વર્ષા પરિવાર દ્વારા શ્રદ્ધાસભર આયોજન

સંત શિરોમણી પ.પૂ.જલારામ બાપાના ભક્તો વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલા છે અને જ્યાં છે ત્યાં પોતાના કર્મથી જલારામ બાપાએ આપેલા મંત્રને સાર્થક કરી રહ્યા છે, આજે ગુજરાત સહીત સમગ્ર ભારત અને વિદેશમાં અનેક જગ્યાએ જલારામ બાપાના મંદિર બનેલા છે અને લાખો કરોડો ભાવિક ભક્તો મંદિરોમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે, આજથી પચીસ વર્ષ અગાઉ વીરપુર ખાતે આવેલ જલારામ બાપાની જગ્યામાં દાન લેવાનું સંપૂર્ણ પણે બંધ કરવામાં આવેલ હતું, જે આજે પણ કોઈ જ જાતના દાન ભેટના સ્વીકાર વિના પણ રોજના હજારો દર્શનાર્થીઓને ચા-નાસ્તો અને ભોજન પ્રસાદ બંને સમયે નિ:શુલ્ક પૂરું પાડે છે.

આજે આપણે વાત કરવી છે એક એવા વિરલ પરિવારની જે જલારામ બાપાના મંત્રને કોઈ પણ જાતની જાહેરાત વગર સતત અને નિરંતર સાર્થક કરે છે, અમદાવાદ જેવા શહેરમાં કોઈ પણ જાતની હો હા કર્યા વિના, કોઈની પણ પાસેથી દાન કે દક્ષિણા લીધા વિના સ્વખર્ચે વર્ષોથી પૂ.જલારામ બાપાની પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાસભર આયોજન કરે છે.

અમદાવાદમાં વસતા અરુણભાઈ પોપટલાલ ઠક્કર કે જેઓ શીતલ વર્ષા નામની પોતાની બિલ્ડીંગ બાંધવાની કંપની ચલાવે છે, તેમના પરિવાર દ્વારા ખીચડી રથ ચાલુ કરવામાં આવેલ છે, જેમાં પગારદાર માણસો અને જરૂરી વાહનો વસાવી જરૂરિયાત મંદ લોકો હોય તેવી જગ્યા એ રથ ઉભો રાખી અનેક ભૂખ્યા લોકોને જમાડવાની કામગીરી સ્વખર્ચે કરવામાં આવે છે. અને સૌથી મોટી વાત એ છે કે આ પુણ્યનું કાર્ય કોઈ પણ જાતની જાહેરાત કે દેખાડા વગર કરવામાં આવે છે.

આગામી તા.૨૩/૦૨/૨૦૨૫ ને રવિવારના રોજ પૂ.જલારામ બાપાની પુણ્યતિથી નિમિતે શીતલ વર્ષા પરિવાર તરફથી સુંદર શ્રદ્ધાસભર કાર્યક્રમનું આયોજન કરેલ છે અને તે અવસરમાં પધારવા તમામ જલારામ બાપાના ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *