રાજકીય મોરચે લોહાણા સમાજને ઘોર અન્યાય છતાં સમાજની સત્તા પક્ષ સમક્ષ શરણાગતિ કોના કારણે ?

રાજકીય મોરચે લોહાણા સમાજને ઘોર અન્યાય છતાં સમાજની સત્તા પક્ષ સમક્ષ શરણાગતિ કોના કારણે ?

Spread the love

રાજકીય મોરચે લોહાણા સમાજને ઘોર અન્યાય છતાં સમાજની સત્તા પક્ષ સમક્ષ શરણાગતિ કોના કારણે ?

 

દેશમાં ચારેતરફ ચૂંટણીનું વાતાવરણ બરાબર જામી ગયું છે, તેમાં ય ગુજરાતમાં દિગ્ગજ પાટીદાર નેતા પરષોત્તમ રૂપાલા દ્વારા રજવાડા વિરુદ્ધ જે નિવેદન કરવામાં આવ્યું તેનાથી ક્ષત્રીય સમાજનો રોષ ચરમસીમા પર છે, આ રોષ આગામી સમયમાં કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તે તો આગામી સમય જ નક્કી કરશે પરંતુ એકવાત નક્કી છે ગુજરાતના વાતાવરણમાં ધીરેથી સળગેલી આ ચિનગારી આજે નહી તો કાલે આગ જરૂર પકડશે એ નક્કી છે, અને તેનું મુખ્ય કારણ છે આટલા વિરોધ છતાં સત્તા પક્ષના નેતાઓ દ્વારા ક્ષત્રીય સમાજની અવગણના, આ અવગણના જ આગળ જતા રોષ અને સત્તા પક્ષ સામે નફરતનું વાતવરણ ઉભું કરી દેશે. અને હવે આ વાત ફક્ત ગુજરાત પુરતી સીમિત ના રહેતા ગુજરાત સિવાય અન્ય મોટા રાજ્યો જેવા કે રાજસ્થાન, યુ.પી., એમ.પી., અને બિહારમાં વસતા ક્ષત્રિયોએ પણ ગુજરાતના ક્ષત્રિયોના સમર્થનમાં આગળ આવ્યા છે. એ સિવાય અન્ય નાના મોટા સમાજોએ પણ વર્ષોથી દબાવેલો રોષ બહાર કાઢતા હોય તેમ ક્ષત્રીય સમાજને સમર્થન જાહેર કર્યા ના સમાચારો મીડિયાના માધ્યમથી આવતા રહે છે.

આ બધાની વચ્ચે આશ્ચર્ય અને નવાઈ એ વાતની છે કે , લોહાણા સમાજના પ્રમુખે લોહાણા સમાજને લોકસભા ચૂંટણીમાં ટીકીટ મળે તે માટે સત્તા પક્ષ ભાજપને વિનંતી પત્ર લખ્યો હતો, પત્રની તો સદંતર અવગણના કરવામાં આવી જ છે સાથે સાથે લોહાણા સમાજના પીઢ,અનુભવી અને ખ્યાતનામ ડો. અતુલ ચગની આત્મહત્યામાં જેનો હાથ હોવાનું ખુલ્યું છે તેવા જુનાગઢના સંસદ રાજેશ ચુડાસમાને ભારતીય જનતા પક્ષે લોહાણા સમાજની લાગણીની કોઈ પરવાહ કર્યા વિના ટીકીટ આપી છે. અને આ ઘટનાક્રમ સામે લોહાણા મહાપરીષદના મોટી મોટી વાતો કરનાર પ્રમુખ સતીસ વિઠ્ઠલાણી બિલકુલ અને સદંતર ચુપ બની બેઠા છે.

પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટકની જેમ તેમના અંગત મિત્ર સતીસ વિઠ્ઠલાણી પણ મોટી મોટી વાતો જરૂર કરી શકે છે પરંતુ જમીની હકીકત એ છે કે એક તાલુકા કે જીલ્લા પંચાયતની ટીકીટ પણ તેમના કહેવાથી કોઈ રાજકીય પક્ષ આપવા તૈયાર નથી. અને તેનું મુખ્ય કારણ છે સત્તા પક્ષની ચાપલુસી ..!!! પોતાના અંગત વેપાર અને અંગત હિત માટે સતત રાત દિવસ સત્તા પક્ષ અને સત્તા પક્ષના નેતાઓની ચમચાગીરી અને ચાપલુસી કરનાર આ નેતાઓએ લોહાણા સમાજની ઘોર ખોદવામાં કશું બાકી નથી રાખ્યું તેવું સમાજના અનેક અગ્રણી આગેવાનો ખાનગીમાં જણાવી રહ્યા છે.

વર્તમાન પ્રમખ સતીસ વિઠ્ઠલાણીનો ઈતિહાસ જોવામાં આવે તો એક વ્યક્તિ તરીકે તેમણે સમાજની સંસ્થાઓને બંધ કરવા માટે કામ કર્યું છે, નુકશાન પહોંચડવા માટે કામ કર્યું છે અને સમાજને એક સમયે બે ભાગમાં વિખુટો પાડવાનું કામ કર્યુ છે તે સતીસ વિઠ્ઠલાણીની કાબેલિયત જ જે તે કામ પુરતી છે તેમની પાસે સમાજ સંગઠનની કે સારી કામગીરીની આશા રાખે તે ખુલ્લી અંગે સ્વપ્ન જોવા બરાબર છે.

અવારનવાર ફેસબુક અને એક્સ પર વિવિધ વ્યક્તિઓ સાથે પોતાના ફોટા મૂકી હું કઈક વિશેષ છું તેવું દુનિયાને બતાવવા માંગતા સતીસ વિઠ્ઠલાણી હકીકતમાં તેમની આ બાલીશ અને બાળકો જેવી હરકતના કારણે સમાજના એક આખા વર્ગની નજરમાં ઝીરો બની ગયા છે. લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થાનો પ્રમખ સોસીયલ મીડિયા પર પોસ્ટ મુકે અને તેને માંડ માંડ સો કે દોઢસો લાઈક મળે તે કેટલું શરમજનક કહેવાય પરંતુ લોહાણા સમાજના કમનસીબી એ છે બધા જાણે છે પણ મુર્ખ ને કહે કોણ કે તું મુર્ખ છે..અત્યારે તો લોહાણા સમાજ સાચા અર્થમાં ભગવાન ભરોસે ચાલી રહ્યો છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *