વેજલપુર ભાજપના ઉમેદવારનું જમીન કૌભાંડ બહાર આવ્યા બાદ મતદારોમાં રોષ : આંતરિક મતભેદ પણ ચરમસીમાએ

વેજલપુર ભાજપના ઉમેદવારનું જમીન કૌભાંડ બહાર આવ્યા બાદ મતદારોમાં રોષ : આંતરિક મતભેદ પણ ચરમસીમાએ

Spread the love

વેજલપુર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અમિત ઠાકર અમદાવાદની વેજલપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, ગત ટર્મમાં એક લાખ કરતા વધુ મતથી વિજેતા બનેલા વર્તમાન ધારાસભ્ય કિશોર ચૌહાણની ભાજપે આશ્ચર્યજનક રીતે બાદબાકી કરી અમિત ઠાકરને ઉમેદવાર જાહેર કરતા શરૂઆતથી જ અહી મતદારો અને ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો હતો  જે હવે તેની ચરમસીમા પર પહોંચી ગયો છે અને આ સીટ પર આ વખતે નક્કી પરિવર્તન થાય તેવા સંજોગોનું નિર્માણ થવા પામ્યું છે.

ચૂંટણી સમયે જ અમિત ઠાકરના જમીન કૌભાંડની વિગતો દૈનિક અખબારમાં પ્રકાશિત થતા અહી બળવાખોર કાર્યકરોને મોકળું મેદાન મળી ગયું છે, મોટી સંખ્યામાં રહેલા મુસ્લિમ મતદારો પણ આ વખતે ઔવેસી સહીતની પાર્ટીઓને જાકોરો આપી ચુક્યા છે આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ બચાવવી ખુબ અઘરી થઇ પડે તેમ છે.

શિક્ષણ જગતમાં વિદ્યાર્થી નેતા તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરુ કરનાર અમિત ઠાકર પાસે આજે પોતાની માલિકીની કહી શકાય તેવી શાળા અને કોલેજો છે, સામાન્ય રીતે સરકારી શાળા બનાવવા માટે સરકાર ટોકન ભાડે જમીન ફાળવતી હોય છે પરંતુ અમિત ઠાકરના કેસમાં એવું કશું થયું નથી ઉલટું સરકાર પાસેથી ટોકન ભાડે લીધેલી જગ્યામાં પોતાની ખાનગી કોલેજ બનાવી તેઓ અહિયાથી વર્ષે દહાડે લાખો કરોડો રૂપિયા ફી ઉઘરાવી રહ્યા છે, એક જમાનાનો વિદ્યાર્થી નેતા પોતે જ શિક્ષણ માફિયા બની વિદ્યાર્થીઓ પાસેથી બેફામ ફી ઉઘરાવે અને તે પણ સરકારની મહેરબાનીથી મળેલી જમીનમાં તે વાતથી ભાજપના જ પાયાના કાર્યકરો હતાશ અને નિરાશ થાય છે.

આવતી કાલે થનારા મતદાનમાં અમદાવાદ શહેરના જાગૃત અને શિક્ષિત મતદારો વર્તમાન સમસ્યાઓ, તકલીફો અને ઉમેદવારોના કારનામા જોઇને જ મતદાન કરશે તે વાતમાં કોઈ શંકા નથી.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *