અનેક ઝંઝાવાત વચ્ચે સફળતાના શિખરો સર કરી રહેલ લોહાણા સમાજના યુવા વેપારી વિક્કી કોટકની અદભૂત દાસ્તાન
સિદ્ધિ તેને જઈ વરે પરસેવે જે ન્હાય
અનેક ઝંઝાવાત વચ્ચે સફળતાના શિખરો સર કરી કરેલ લોહાણા સમાજના યુવા વેપારી વિક્કી કોટકની અદભૂત દાસ્તાન
વીકી કોટક, સી.ઈ.ઓ. કે.કે.ગાર્મેન્ટ્સ
- ગુજરાતના દક્ષિણમાં આવેલું ડાયમંડ સીટી તરીકે ઓળખાતું શહેર એટલે સુરત, એક જૂની કહેવત મુજબ સુરતનું જમણ અને કાશીનું મરણ, સુરતી લાલાઓનો ભોજન પ્રત્યેનો શોખ પણ અનેરો અને સુરત શહેરમાં કોઈ પણ દુકાને જઈ તેની કોઈ પણ વસ્તુ ચાખો તો અન્ય શહેરો કૈક અલગ જ સ્વાદ મળે,
- સુરત શહેરમાં વર્ષો અગાઉ સૌરાષ્ટ્ર સહીત ગુજરાતના અન્ય શહેરમાંથી લોકો આવી ને વસ્યા છે અને આજે સુરત તેમની કર્મભૂમિ બની ગઈ છે, અનેક લોકોને સુરત શહેરની પવન ભૂમિ સામાન્ય માનવી માંથી લાખો અને કરોડો પતિ બનાવ્યા છે, અને જેને નથી બનાવ્યા તેમને પણ વેપાર રોજગાર આપી સન્માન પૂર્વક જીવવાની તક આપી છે.
- આવા મોજીલા સુરત શહેરમાં આજે વાત કરવી છે લોહાણા સમાજના એક તરવરિયા યુવાનની જેણે નાની ઉમરમાં ફક્ત એક દસકા જેટલા સમયમાં કાપડ સહીત અને વ્યવસાયમાં પોતાનું નામ અને પોતાનું એક આગવું સામ્રાજ્ય ખડું કરી દીધું છે, જલારામ બાપાના પરમ ભક્ત એવા વિક્કી કોટકની આજે વાત કરવી છે.
- વિક્કી કોટકના જીવનમાં નાની ઉમરમાં અનેક આધી,વ્યાધી અને ઉપાધિઓ આવી, સામાજિક જીવનમાં પણ અનેક સંઘર્ષ તેના ભાગમાં આવ્યા, પણ સદાય હસતો અને મિત્રો માટે કૈક પણ કરવા તૈયાર રહેતા વિકીનું એક દિવસ નસીબનું પાનું ચાલવા લાગ્યું અને પોતાના ગ્રાહકો અને પોતાના સ્ટાફની સદા ચિંતા કરનાર વિક્કી કોટકે શરુ કરેલા વેપારમાં શરૂઆતમાં ઘણો સંઘર્ષ કર્યો પણ થોડો જ સમયમાં તેની બ્રાંડ ‘કે.કે.ગારમેન્ટસ’ બજારમાં ધૂમ મચાવવા લાગી, આજે ૭૫૦ કરતા વધુ કારીગરોને રોજી રોટી આપતી કંપનીઓ સી.ઈ.ઓ. વિક્કી કોટક આજે પણ નાનામાં નાના કર્માચારીના ખભે હાથ મૂકી તેના હાલચાલ પૂછે છે અને તેમના ઘર પરિવારની સંપૂર્ણ માહિતી પણ રાખે અને પ્રસંગો પાત ખાનગી મદદ પણ કરી જાણે. આજે વીકી કોટક પોતાની આવડત, કુશળતા અને કાબેલિયત કારણે, વેપાર ધંધામાં ગ્રાહકને ઈશ્વર માનતા વિક્કી કોટક આજે એક દાયકા કરતા ઓછા સમયમાં નવ કંપનીઓના માલિક છે અને કાપડના અને ગાર્મેન્ટ્સના વેપારમાં ટોચ પરનું નામ બની ગયા છે.
- લોહાણા સમાજની વાત હોય કે અન્ય સમાજની કોઈ પણ વ્યક્તિને આવી પડેલી કોઈ પણ આકસ્મિક શિક્ષણ સહાય કે આરોગ્ય સહાયની વાત હોય વિક્કી કોટક કોટક પાસે મદદ માંગનાર કોઈપણ વ્યક્તિ આજદિન નિરાશ કે હતાશ થયા નથી તેવું સુરત શહેરના અનેક લોકો જણાવી રહ્યા છે.
- આજે વીકી કોટક,કે.કે.ગારમેન્ટસ,કે.જી.ગારમેન્ટ્સ,એકમ ગાર્મેન્ટ્સ,ગાયત્રી ક્રીએશન,દીત્યા ક્રીએશન,કે.કે.કોટન હાઉસ,કે.કે.દુપટ્ટા હાઉસ,હોટ એન્ડ ક્લિક ડીઝાઈનર તથા દ્વિજા ગાર્મેન્ટ્સ
- કંપનીના માલિક છે અને તેમનો વેપાર ફક્ત ગુજરાત નહી પરંતુ દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલો છે
Leave a Reply