શ્રી રઘુવંશી સેવા સમિતિ-મોરબી દ્વારા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન
શ્રી રઘુવંશી સેવા સમિતિ-મોરબી દ્વારા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન
સૌરાષ્ટ્રના મોરબી શહેરમાં લોહાણા સમાજની સંસ્થા શ્રી રઘુવંશી સેવા સમિતિ દ્વારા આગામી તા.૨૧.૦૪.૨૦૨૪ ને રવિવારના રોજ સુંદર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. આજે જયારે મોંઘવારી ચારેતરફ હાહાકાર કરી રહી છે ત્યારે મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારો માટે સમૂહ લગ્નોત્સવ આશીર્વાદ સમાન બની જાય છે.અન્ય મોટા શહેરોની સરખામણીમાં મોરબી શહેર નાનું શહેર ગણાય છતાં અહીના રઘુવંશી લોહાણા સમાજ જે કામગીરી કરી રહ્યા છે તે કાબિલ-એ-દાદ છે.
તા.૨૧.૦૪.૨૦૨૪ ના રોજ આયોજિત અવસર અનુસંધાને કોઈ પણ જાણકારી માટે સંસ્થાના જવાબદાર પદાધીકારીશ્રી ભરતભાઈ રાચ્છ (૯૪૨૬૪ ૩૮૭૬૫),નેહલભાઈ કોટક (૯૮૨૪૦ ૫૯૨૯૩), સાગરભાઈ જોબનપુત્રા (૯૮૭૯૬ ૯૫૮૧૧) તથા નિખીલભાઈ છગાણી (૯૯૦૯૪ ૫૫૨૫૫) નો સંપર્ક કરવા જણાવેલ છે.
આ સાથે રજુ કરેલ ઈમેજ મુજબ સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલોને દાતાઓ તરફથી અમુલ્ય ભેટ આપવામાં આવશે.
Leave a Reply