ખંડણી કેસમાં ફરાર આરોપી વિનય દુબે ડ્રગ્સનો કારોબારી હોવાની ખબર : અનેક લોકોને ફસાવ્યા હોવાની લોકચર્ચા
ખંડણી કેસમાં ફરાર આરોપી વિનય દુબે ડ્રગ્સનો કારોબારી હોવાની ખબર : અનેક લોકોને ફસાવ્યા હોવાની લોકચર્ચા
અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલ શાંગ્રીલા કોમ્પ્લેક્ષમાં ઝેડ પ્લસ સિક્યુરીટીની નામની ઓફીસમાંથી ઝેડ પ્લસ નામની સમાચારની યુટ્યુબ ચેનલ ચલાવતો બની બેઠેલો પત્રકાર વિનય દુબે સામે તાજેતરમાં નવરંગ પુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગવા સબબ કેસ નોંધાયો છે. આ કેસની સમગ્ર વિગત એવી છે કે..
અમદાવાદ શહેરના સી.જી.રોડ પર આવેલ દવલ એવન્યુ બંગલો ખાતે રહેતા આર્ટીસ્ટ પ્રિયાબેન પ્રકાશભાઈ સોનીના ઘરે દિવાળી સમયે ઇન્કમટેક્ષ વિભાગની રેડ પડી હતી અને નીતિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, આ ઘટનાના સંદર્ભે વિનય દુબે ફરિયાદી પ્રિયા પાસે વારંવાર આ કેસની સ્ટોરી પોતાની યુટ્યુબ ચેનલ પણ નહિ ચલાવવા માટે ત્રણ કરોડ રૂપિયાની રકમ માંગતો હતો ઉપરોક્ત ગુનાઈત કૃત્યમાં વિનય દુબે સાથે પરીધી નામની તેની મહિલા મિત્ર પણ સામેલ હતી. ફરિયાદી પ્રિયા સોનીના જણાવ્યા મુજબ તેણે નાણા આપવાનો ઇનકાર કરતા તેને જાનથી મારી નાખવા સુધીની પણ ધમકી આપી હતી, જે બાબતે ફરિયાદીએ નવરંગ પુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેમાં દસ દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી, અને ફરિયાદ નોંધવા માટે પણ ફરિયાદીએ મીડિયાનો સહારો લેવો પડ્યો હતો,
આ અંગે તોફાની તાંડવ દ્વારા વધુ તપાસ કરતા વિનય દુબે વિષે ઘણી ગંભીર અને ચોકાવનારી માહિતી સામે આવી છે. વિનય દુબે અને તેની સાથે સતત રહેતી યુવતી પરીધી બંને એક સાથે જ રહેતા હોવાનું સામે આવ્યું છે, અને આ બંને જણ સાથે મળી અવારનવાર પાર્ટીઓનું આયોજન કરી શ્રીમંત પરિવારના યુવક યુવતીઓને દારુ અને ડ્રગ્સના રવાડે ચઢાવતા હોવાનું ઝેડ પ્લસમાં કામ કરનાર પૂર્વ કર્મચારીઓએ પોતાનું નામ નહિ આપવાની શરતે જણાવ્યું છે. આ સિવાય વિનય દુબેના અનેક ભાજપના નેતાઓ સાથેના ફોટા પણ સામે આવ્યા છે શક્ય છે કે ભાજપ સાથે તેની કોઈ સાંઠગાંઠ હોઈ શકે છે.
આ સિવાય સ્થાનિક સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નવરંગ પુરાના કેટલાક પોલીસ કર્મીઓ સાથે આરોપી વિનય દુબેને મિત્રતાના સંબંધ હોવાની ખબર સામે આવી છે, હવે આ ખબર કેટલી સાચી છે અને કેટલી ખોટી છે તે તો વિનય દુબેની કોલ ડીટેલ પોલીસ ચેક કરે ત્યારે ખબર પડશે. હાલ તો પોતાની સામે થયેલ એફ.આઈ.આર.બાદ વિનય દુબે ફરાર થયેલ છે હવે નવરંગ પુરા પોલીસ તેને ક્યારે પકડે છે અને કેવી તપાસ કરે છે તેની ઉપર ઘણો આધાર રહેલો છે.
પોતાની જાતને પત્રકાર કહેતા વિનય દુબેની યુટ્યુબ ચેનલ વિષે તપાસ કરતા છેલ્લા નવ મહિના જેટલા સમયથી ઉપરોક્ત ચેનલ પર કોઈ જ સમાચાર કે વિડીઓ મુકવામાં આવેલ નથી, શક્ય છે કોઈ કારણથી આ ચેનલ બંધ અથવા સ્થગિત કરવામાં આવી હોય.
આ અંગે નવરંગપુરા પોલીસ જો ન્યાયિક તપાસ કરે તો વિનય દુબે અને પરિધિ એ આવા અનેક લોકો પાસેથી નાણા ઉઘરાવ્યા હોવાની માહિતી બહાર આવી શકે છે.
આ અંગે વધુને વધુ માહિતી સામે આવી રહી છે જેમ જેમ માહિતી આવશે વાચકો સુધી તોફાની તાંડવ પહોંચાડશે.
Leave a Reply