દેશી લોહાણા સમાજ-અમદાવાદમાં નવા યુગની શરૂઆત : પ્રથમ મીટીંગ સફળતાપૂર્વક સંપન્ન

દેશી લોહાણા સમાજ-અમદાવાદમાં નવા યુગની શરૂઆત : પ્રથમ મીટીંગ સફળતાપૂર્વક સંપન્ન

Spread the love

દેશી લોહાણા સમાજ-અમદાવાદમાં નવા યુગની શરૂઆત : પ્રથમ મીટીંગ સફળતાપૂર્વક સંપન્ન

દેશી લોહાણા સમાજ અમદાવાદના જાગૃત અને સક્રિય યુવાનો દ્વારા સમાજને વધુ વેગવંતો બનાવવાના શુભ આશય સાથે એક નવા સંગઠનની રચના કરી છે જેના અંતર્ગત ગઈકાલે શનિવારે સાંજે કાંકરિયા ખાતે આવેલ દેશી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે એક મીટીંગનું આયોજન કર્યું હતું, જેમાં ચાલીસથી વધુ સક્રિય અને જાગૃત વડીલો અને યુવાનોએ ઉપસ્થિત રહી એક નવી દિશામાં સમાજને લઇ જવા માટે પોતાની તૈયારી બતાવી હતી.

દેશી લોહાણા સમાજની અતિઅદ્યતન વેબ સાઈટ બનાવી સમાજની સંપૂર્ણ માહિતી હાથવગી કરવી, સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પડતી તકલીફો સામે કેમ લડવું, તેના ઉપાય કરવા, સમાજના યુવાનો માટે વર્ષ દરમ્યાન વિવિધ રમતોત્સવનું આયોજન કરવું,

સમાજના સીનીયર સીટીઝન વ્યક્તિઓ માટે વાર્ષિક યાત્રા પ્રવાસનું આયોજન કરવું, ગૃહિણીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવી, સમાજના અપરણિત યુવક-યુવતીઓ માટેનો ડેટાબેઝ એકત્રિત કરી જરૂરિયાત વ્યક્તિઓને માર્ગદર્શન પૂરું પાડવું,

સરકારી નોકરીઓમાં આગળ વધવું માટે વિવિધ સેમીનાર કરવા અને રાજકીય રીતે લોહાણા સમાજના યુવાનોને આગળ વધારવાની દિશામાં પહેલ કરવી જેવા અનેક મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

આગામી દિવસોમાં આ સંગઠન નક્કર કામગીરી કરી સમાજને વધુ મજબૂત કરી એક નવી દિશા અને એક નવી ઉંચાઈ આપશે તેવું અત્યારે સમાજના યુવાનો અને વડીલોનો ઉત્સાહ જોતા લાગી રહ્યું છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *