અડધી રાત્રે વૃદ્ધાની વહારે આવતું પાલડી પોલીસ સ્ટેશન : પ્રસંશનીય અને સરાહનીય કામગીરી

અડધી રાત્રે વૃદ્ધાની વહારે આવતું પાલડી પોલીસ સ્ટેશન : પ્રસંશનીય અને સરાહનીય કામગીરી

Spread the love

અડધી રાત્રે વૃદ્ધાની વહારે આવતું પાલડી પોલીસ સ્ટેશન : પ્રસંશનીય અને સરાહનીય કામગીરી

આજે જ્યાં જુઓ ત્યાં લોકોને પોલીસ સામે માત્ર અને માત્ર સવાલ જ જોવા મળતા હોય છે, મુઠ્ઠીભર એવા લોકો છે જે પોલીસને કઠીન કામગીરીને બિરદાવે છે, અને આ બધાની વચ્ચે પોતાના મૂડ અને મિજાજ બગાડ્યા વગર પોલીસ પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહી છે. બે દિવસ અગાઉ અડધી રાત્રે બનેલી એક ઘટનામાં પાલડી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જે કામગીરી કરવામાં આવી તે કાબિલ-એ-દાદ અને સરાહનીય છે.

બે દિવસ અગાઉ રાતના નવ સાડા નવ વાગ્યાની આસપાસ પાલડી વિસ્તારમાં ધરણીધર દેરાસર પાસે એક વયોવૃદ્ધ મહિલા જેને પોતાના પુત્રનું નામ યાદ હતું પરંતુ ઘરનું સરનામું તે સ્પષ્ટ જણાવી શકતા નહોતા. આ સમયે પાલડીના નામાંકિત ડોક્ટર ધર્મેશ ઠક્કરના કલીનીકમાં અગાઉ કામ કરતા પૂર્વ કર્મચારી તુષાર પટેલ ત્યાંથી પસાર થઇ રહ્યા તેમણે તે સમયે પોતાના કામ પડતા મૂકી વૃદ્ધ મહિલાને પોતાના સ્કુટર પર બેસાડી વૃદ્ધ મહિલાએ જેટલા સરનામાં કહ્યા તે તમામ સરનામાં પર જઈ તેમને સાથે રાખી તપાસ કરી પણ ત્યાં કોઈ જ આ મહિલાને ઓળખી શકે તેવી વ્યક્તિ મળી નહોતી. આ સમયે તુષાર પટેલ સૌ પ્રથમ વેજલપુર પોલીસ સ્ટેશન વૃદ્ધાને લઇ ગયા હતા. જ્યાં ઉપસ્થિત પોલીસ કર્મચારીઓએ મહિલા પાલડી વિસ્તારમાંથી મળ્યા હોય પાલડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવી દીધું હતું, આ બધી ભાગદોડમાં લગભગ રાતના બાર સાડાબાર જેટલો સમય થઇ ગયો હોવા છતાં સહેજ પણ થાક્યા વગર તુષાર પટેલ વૃદ્ધાને લઈને પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પાલડી પોલીસ સ્ટેશનના સ્ટાફે સંપૂર્ણ માનવીય અભિગમ બતાવી મહિલાને શાંતિથી પૂછતાં એક સરનામું વેજલપુર વિસ્તારનું જણાવ્યું હતું જે સાંભળી વૃદ્ધાને સાથે રાખી પોલીસ કર્મીઓ વેજલપુર વિસ્તારમાં મહિલાએ બતાવેલ સરનામે તેમને લઇ ગયા હતા, જ્યાં સ્થાનિક રહીશોએ આ મહિલા અને અને તેમનો પરિવાર અગાઉ અહી રહેતો હતો તેવી માહિતી સાથે તેમના પુત્રનો નંબર અને તેમનું હાલનું સરનામું આપ્યું હતું, ત્યારબાદ પોલીસ જેતે સરનામે પહોંચતા પરિવારજનો પણ તેમની વૃદ્ધ માટે ગુમ થવાથી ચિંતાતુર હતા, અચાનક જ પોલીસ આવી વૃદ્ધાને તેમના પરિવારજનોને સોંપતા પરિવારજનોના ચહેરા ઉપર જે આનંદ અને ખુશી હતી તેને કદાચ શબ્દો આપવા શક્ય નથી.

અહી એક વાત નોંધવી રહી કે પોલીસ સ્ટેશન ક્યારેય સારા કે ખરાબ નથી હોતા પરંતુ જે તે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીની વિચારધારા તે પોલીસ સ્ટેશનને સારું કે ખરાબ બનાવે છે. જે તે સમયે પાલડી પી.આઈ.આર.જી.સિંધુ તપાસ અર્થે રાજય બહાર ગયા હોવા છતાં પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી તે અભિનંદનને પાત્ર છે. પાલડી પોલીસના બંને હોનહાર કર્મચારી જીગ્નેશભાઈ સોની અને ગઢવી ભાઈને તોફાની તાંડવ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *