અચાનક વિદાય થયેલા વિધિબેન ઠક્કર અનેક વ્યક્તિઓને નવા જીવનની ‘વિધિ’ આપી ગયા : લોહાણા સમાજમાં બનેલી ઘટના

અચાનક વિદાય થયેલા વિધિબેન ઠક્કર અનેક વ્યક્તિઓને નવા જીવનની ‘વિધિ’ આપી ગયા : લોહાણા સમાજમાં બનેલી ઘટના

Spread the love

અચાનક વિદાય થયેલા વિધિબેન ઠક્કર અનેક વ્યક્તિઓને નવા જીવનની ‘વિધિ’ આપી ગયા : લોહાણા સમાજમાં બનેલી ઘટના

અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા લોહાણા પરિવારના એક સફળ ગૃહિણી, પત્ની અને માતા સાબિત થયેલા વિધીબેન જયદિપભાઈ ઠક્કર કે જેઓ જયદિપભાઈ સુરેશભાઈ ઠક્કર (એડવોકેટ)ના પત્નીએ  પ્રેરણારુપ અંગદાન કરીને અજાણ્યા વ્યક્તિઓ માટે જીવનદાતા બની અમર કથા લખી રહ્યા છે.

શુક્રવારના રોજના સાંજના સુમારે અચાનક વિધિબેન ઠક્કરને બ્રેઈન સ્ટ્રોકનો શિકાર બન્યા હતા જેથી પરિવારજનો તેમને ત્વરિત રીતે મણીનગર ખાતે આવેલ હોસ્પીટલમાં લઇ ગયા હતા પરંતુ બ્રેઈન સ્ટ્રોકની ઘાતકતા અને દર્દીની હાલત જોઈ હોસ્પિટલ દ્વારા તેમને કે.ડી.હોસ્પીટલમાં ટ્રાન્સફર કરવા કહ્યું હતું તેથી પરિવારજનોએ ક્ષણનો ય વિલંબ કર્યા વગર વિધિબેનને કે.ડી.હોસ્પીટલમાં લઇ ગયા હતા જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ પણ ડોક્ટર્સ દ્વારા બ્રેઈનને ડેડ થયેલું જાહેર કર્યું હતું.

સાવ અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર અને સ્વજનો ચિંતાતુર અને શોકમગ્ન હોય તે સ્વાભાવિક છે પરંતુ આવી વિકટ પરિસ્થિતમાં પણ પરિવારજનો દ્વારા પોતાના વ્હાલા સ્વજનના અંગોથી અન્ય લોકોને જીવન આપવાનો એક સુંદર અને સાહસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ તા.૮.૬.૨૦૨૩ ને ગુરુવારના રોજ બપોરે બાર કલાકે સ્વર્ગસ્થ વિધિબેનની બંને કીડની,આંખો,લીવર તેમજ હૃદયનું દાન કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અમદાવાદ લોહાણા સમાજના નામાંકિત પરિવારના શ્રીસુરેશભાઈ રમણલાલ ઠક્કરના પુત્રવધુ તેમજ બિપિનભાઈ જયંતિલાલ ઠક્કરના દિકરી તે બન્ને પરિવારજનોએ પોતાના વ્હાલસોયા સ્વજન, જેની ઉંમર પણ હજી તો ખુબ નાની હતી તેવા વિધિબેનના શરીરના મહત્વના અંગોનું અન્ય વ્યક્તિઓના શરીરમાં ધબકતા રાખી જીવત દાન માટે દાન કરવાનો નિર્ણય કરી સમાજના અન્ય લોકોને પણ શરીરના અંગોના પ્રત્યારોપણ માટે આગળ આવવા પ્રેરક બની મહત્વપૂર્ણ સંદેશો આપેલ છે

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *