ડો.ભુપેન્દ્ર જૈન પાસેથી તોડ કરવાનો સરકારી ડોક્ટર ભુપેન્દ્ર પટેલનો નિષ્ફળ પ્રયાસ : વિવેકાનંદનગર પોલીસે નોંધ્યો ગુનો
વધી રહેલી મોંધવારી સામે ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરી ગુજરાત માટે ખરેખર હવે ચિંતાજનક હદે પહોંચી ગયું છે, એક સરકારી ડોક્ટર પૈસા કમાવવા માટે એક મહિલાનો સહારો લઇ પોતાના જ મિત્ર ડોક્ટરની નવી બનેલી હોસ્પીટલમાં ભલામણ કરી નોકરી અપાવે છે અને હોસ્પિટલ શરુ થઇ તેના બીજા જ દિવસે ડોકટરે છેડતી કરી તે મતલબની ખોટી ફરિયાદ ઉભી કરી થોડા કલાકો માટે નિર્દોષ ડો.ભુપેન્દ્ર જૈનને હેરાન કરનાર ડોક્ટર ભુપેન્દ્ર પટેલે ગણતરીના કલાકોમાં પોતાનો અસલી ચહેરો બતાવતા અને પોલીસે પણ સતર્કતા બતાવતા ગુનેગારના ચેહેરા ઉપરથી નકાબ ઉતરી ગયો છે અને હાલમાં વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના લોકઅપમા બંધ છે.
આ ગુનાની વિગત એવી છે કે ડો.ભુપેન્દ્ર જૈન છેલ્લા ઘણા વર્ષોથી ડોક્ટર તરીકે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં પોતાની સેવાઓ આપે છે, તાજેતરમાં જ તેમણે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રીંગરોડ ઉપર પોતાની નવી હોસ્પિટલ બનાવી તેનું ઓપનીંગ કરવા માટે તમામ મિત્રો અને શુભેછાકોને નિમંત્રણ કાર્ડ પાઠવ્યા હતા. જેમાં તેમના તબીબ મિત્ર ડો.ભુપેન્દ્ર પટેલે ‘જો તમારા નવી હોસ્પીટલમાં મેડીકલ ઓફિસર તરીકે જરૂર હોય તો મારી પાસે એક અંજલી નામની વ્યક્તિ છે તેમને મોકલું’ એવું કહેતા ડો.ભુપેન્દ્ર જૈને તેમને મોકલી આપવા જણાવ્યું હતું. ગત રવિવારે હોસ્પીટલનું ઓપનીંગ થયું છે અને સોમવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ અંજલી નામની મહિલા દ્વારા ડોકટરે મારો હાથ પકડી લીધો તેવું જણાવી પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી, ડો. ભુપેન્દ્ર જૈન દ્વારા પોલીસને હોસ્પીટલમાં તમામ સીસીટીવી ફૂટેજ સહીત આવી કોઈ જ ઘટના બની નથી તેવી માહિતી આપી હોવા છતાં સામે મહિલા હોવાથી પોલીસે ગુનો દાખલ કરેલ હતો જેમાં બીજા દિવસે ડો.ભુપેન્દ્ર જૈનનો જમીન ઉપર છુટકારો થયો હતો.
આ ઘટના બાદ ગઈકાલે મંગળવારે તા.૧૮ ઓક્ટોબરના રોજ સાંજે સાત વાગ્યાના સમયે ડો.ભુપેન્દ્ર પટેલ ડો.ભુપેન્દ્ર જૈનની હોસ્પિટલ પર આવી તમે મહિલા સાથે સમાધાન કરી લો જેવી વાત કરી હતી જેના જવાબમાં ડો.ભુપેન્દ્ર જૈને જણાવ્યું હતું કે ‘મેં કશું ખોટું કર્યું જ નથી, તો મારે કઈ વાતનું સમાધાન કરવાનું, જો મહિલાને એમ લાગતું હોય કે ખોટી ફરિયાદ થઇ છે તો પોલીસમાં જઈને નિવેદન આપી આવે’ પોતે કોઈ વાંક કે ગુનામાં ના હોવાથી ડો.ભુપેન્દ્ર જૈન દ્વારા મજબૂત અને મક્કમ જવાબ આપતા પોતાની તોડ કરવાની ઈચ્છા અધુરી રહેશે તેવો અણસાર આવી જતા તે વખતે નીકળી ગયેલો ડો.ભુપેન્દ્ર પટેલ રાત્રે દસ વાગ્યાની આસપાસ બે કારમાં પાંચ સાત જેટલા ગુંડા તત્વોને લઈને ફરીથી ડો.ભુપેન્દ્ર જૈનની હોસ્પિટલ પર આવી ગુંડાગીરી કરતા ડો.ભુપેન્દ્ર જૈન દ્વારા પોલીસ બોલાવી લેવામાં આવી હતી અને સ્થળ પર થી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી કાર સહીત બે કાર અને છ વ્યક્તિઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, પોલીસે ગાડીની તલાશી લેતા ડો. અને તેના સાગરીતોને કારમાંથી તલવાર, ડંડા સહીત અનેક હથિયારો મળી આવ્યા હતા.
જે ગુનો બન્યો છે તે ખરેખર શરમજનક છે, પૈસા પડાવવા માટે એક નિર્દોષ અને હોનહાર ડોક્ટરને બદનામ કરવાની એક નિમ્ન કક્ષાની હરકત જયારે એક ડોક્ટર ખુદ કરે ત્યારે સમગ્ર તબીબ જગત શરમ અનુભવે તેવી ઘટના બની છે.
આ ઘટનાની જાણ થતા જ અનેક લોકોએ ડો.ભુપેન્દ્ર પટેલના અનેક કૌભાંડ અને કારનામાની વિગતો જાહેર કરી રહ્યા છે જેની સંપૂર્ણ તપાસ કરી તબીબ જગતને કલંકિત કરનાર ડો.ભુપેન્દ્ર પટેલ અને તેમના મળતિયાઓને બેનકાબ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ ડોક્ટર આવા નરાધમ વ્યક્તિઓનો ભોગ ના બને.
Leave a Reply