હાલાઇ લોહાણા મહાજન-મુંબઈની ચૂંટણીમાં પ્રગતી પેનલ પ્રગતિના પંથે : ભરત માવાણી

હાલાઇ લોહાણા મહાજન-મુંબઈની ચૂંટણીમાં પ્રગતી પેનલ પ્રગતિના પંથે : ભરત માવાણી

Spread the love

હાલાઇ લોહાણા મહાજન-મુંબઈની ચૂંટણીમાં પ્રગતી પેનલ પ્રગતિના પંથે : ભરત માવાણી

અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજના પ્રમુખ ભરત માવાણીએ મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણી સંદર્ભે ખુબ મોટું નિવેદન આપ્યું છે, તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ સહીત ગુજરાતના અનેક મહાજન અગ્રણીઓએ, મહાજન પ્રમુખોએ વર્તમાન ટ્રસ્ટીઓ દ્વારા કરેલ કામોને જોયા છે, અનેક ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની રહેવાની કે ફી ભરવાની પ્રક્રિયા આંખના પલકારામાં થયેલી છે, મુંબઈ શહેરની જ વાત કરીએ તો અનેક નવી ઈમારતો મહાજનના નેજા હેઠળ બની છે અને સમાજ તેનો ઉપયોગ કરી રહ્યો છે, આ સંજોગોમાં આગામી ૨૬ માર્ચની ચૂંટણીમાં પ્રગતિ પેનલ સંપૂર્ણ બહુમતી સાથે વિજયી બનશે તે વાતમાં શંકા ને કોઈ સ્થાન નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુંબઈ સ્થિત અનેક વ્યક્તિઓનો આ ચૂંટણી બાબતે સંપર્ક કરતા અનેક જ્ઞાતિજનોએ જણાવ્યું હતું કે વર્તમાન ટ્રસ્ટીઓએ જે કામ કર્યા છે તે વખાણવા લાયક છે અને આવા ટ્રસ્ટીઓની લાંબા સમય સુધી મુંબઈ લોહાણા સમાજને જરૃર છે.

આગામી ચૂંટણી બાબતે ભરત માવાણીએ જણાવ્યું હતું કે પ્રગતિ પેનલ ચોક્કસ જીતીને આવશે અને વધુને વધુ સમાજલક્ષી કામ કરશે તેવો મને વિશ્વાસ છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *