ગાંધીધામ થરપારકર લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી નરેશભાઈ પલણના અચાનક અવસાનથી સમગ્ર સમાજ શોક મગ્ન
ગાંધીધામ થરપારકર લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી નરેશભાઈ પલણના અચાનક અવસાનથી સમગ્ર સમાજ શોક મગ્ન
શ્રી નરેશભાઈ પલણ
કચ્છ જીલ્લામાં લોહાણા સમાજની વસ્તી નોંધપાત્ર કહી શકાય એવી છે અહીનો લોહાણા સમાજ અનેક લોકહિતની પ્રવૃત્તિઓ દ્વારા સતત સમાજના અન્યવર્ગોની ચાહના મેળવતો રહ્યો છે. લોહાણા સમાજની આંતરિક વાત કરવામાં આવે તો થરપારકર લોહાણા સમાજ પ્રમાણમાં ખુબ નાનો અને ખુબ મહેનતુ સમાજ છે,
ગાંધીધામ થરપારકર લોહાણા સમાજ મહિલા મંડળના પ્રમુખ જ્યોત્સનાબેને તોફાની તાંડવને આપેલી માહિતી મુજબ ગુરુવાર તા.૨૦.૭.૨૦૨૩ ના રોજ ગાંધીધામ થરપારકર લોહાણા સમાજના સેવાભાવી કાર્યકર અને યુવા અગ્રણી એવા શ્રી નરેશભાઈ પલણનું અચાનક દુઃખદ અવસાનના સમાચાર સાંભળી સમગ્ર સમાજ ઊંડા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. થરપારકર લોહાણા ચોવીસી મહાજન પ્રમુખ શ્રી લીલાધરભાઇ ડી. આચાર્યએ પણ પોતાના શોક સંદેશમાં ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યક્તિ કરી નરેશભાઈના જવાથી સમાજની ખુબજ મોટી ખોટ પડી હોવાનું જણાવેલ છે.
Leave a Reply