પાલડીમાં કોંગ્રેસ નવો ઈતિહાસ રચવા તરફ આગળ : ભાજપ માટે કપરા ચઢાણ
પાલડીમાં કોંગ્રેસ નવો ઈતિહાસ રચવા તરફ આગળ : ભાજપ માટે કપરા ચઢાણ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતી પાલડી વોર્ડ બેઠક માટે આ વખતે ચિત્ર સાવ ઊંધું જણાઈ રહ્યું છે, ગેરકાયદેસર બાંધકામો, જીત્યા પછી ગાયબ થઇ જતા કોર્પોરેટરોથી સ્થાનિક કાર્યકરો અને જનતા ખુબ જ નારાજ છે, આટલું ઓછું હોય તેમ ટીકીટ ફાળવણી વખતે અહી પૂર્વ કોર્પોરેટર આશિષ શાહને આપેલી ટીકીટ રદ્દ કરી જૈનિકભાઈ વકીલને પુનઃ ટીકીટ ફાળવી હોવાથી આશિષ શાહના કાર્યકરો અને ટેકેદારો નારાજ છે, સામે પક્ષે કોંગ્રેસ પક્ષે અહી પહેલી વખત મુસ્લિમ મહિલાને ટીકીટ આપી છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રહલાદ નાયકના પુત્ર અર્જુન નાયકને ટીકીટ આપી છે આમ અહી કોંગ્રેસના ઉમેદવારો મજબૂત છે અને તેમનો પ્રચાર પણ ખુબ જ આક્રમક રહ્યો છે, ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે એલીસબ્રીજ સહીત અનેક વિધાનસભા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને જનતાએ આકરા સવાલો પૂછતાં તેમને ભાગવાની નોબત આવી હતી, આ વખતની ચૂંટણીમાં મોદી ફેક્ટર કે રામનું નામ કે વિકાસનો મુદ્દો ચાલી શકે તેમ નથી, ભાજપ પાસે અન્ય કોઈ મુદ્દો જ નથી ત્યારે અનેક સમસ્યાઓથી ઘેરાયેલા નગરજનો આ વખતે શહેરમાં નવા જૂની કરે તો નવાઈ નથી. ખાસ તો પાલડી વોર્ડમાં કોંગ્રેસ અગાઉના તમામ રેકોર્ડ તોડી ખુબ જ સારું પ્રદર્શન કરી શકે છે તેવું સ્થાનિકોના અભિપ્રાય પરથી અંદાજ લગાવી શકાય છે, ભાજપના સામાજિક સમીકરણો જોઈએ તો જૈનિક વકીલ મજબૂત ઉમેદવાર છે બાકીના ઉમેદવારોને જીતવામાં ચોક્કસ તકલીફ ઉભી થાય તેવા સંજોગો વર્તમાનમાં લાગી રહ્યા છે. તાજેતરમાં વાયરલ થયેલા એક વીડીઓમાં એલીસબ્રીજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહને જનસંપર્ક દરમ્યાન લોકોએ કામ બાબતે સવાલો કરતા ધારાસભ્ય ગુસ્સા ભર્યા ચહેરા સાથે ત્યાંથી નીકળી ગયા હતા આ ઘટના આમ ભલે સામાન્ય હોય પરંતુ ભારતીય જનતા પક્ષના ગઢ ગણાતા એલિસબ્રિજમાં આ ઘટના બને તેને ક્યારેય સામાન્ય ના ગણી શકાય.
Leave a Reply