સોલા ભાગવતમાંથી લોહાણા સમાજની સંપૂર્ણપણે હકાલપટ્ટી : કરોડોના નુકશાન બદલ જવાબદાર કોણ..?
તાજેતરમાં મળી રહેલી માહિતી મુજબ અમદાવાદ સ્થિત સોલા ભાગવત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ દ્વારા લોહાણા મહાપરીષદ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઈમારત અને ઈમારતમાં રહેલું તમામ રાચરલીલી જમા લઇ લીધું છે અને લોહાણા મહાપરીષદ સાથે જોડાયેલ તમામ વ્યક્તિઓને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ લોહાણા મહાપરીષદ અને ખીમજી ભગવાન ટ્રસ્ટના બોર્ડ અને બેનર પણ તોડીને ઉતારી લેવામાં આવ્યા છે. આ ઘટના લોહાણા મહાપરીષદના તમામ જવાબદાર વ્યક્તિઓ માટે શરમજનક ઘટના કહેવાશે. પોતાની જાતને અમદાવાદના નામાંકિત બિલ્ડર,વકીલ અને અગ્રણી રાજકીય નેતા સમજતા અમદાવાદના વેતીયા નેતાઓનું અહી પાણી મપાઈ ગયું છે.
સોલા ભાગવત વિદ્યાપીઠ સાથે સાડા સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરી સમાજને કરોડો રૂપિયાના ખાડામાં ઉતારનાર પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટક પહેલી નજરે અહી ગુનેગાર અને જવાબદાર વ્યક્તિ છે, આ કરાર થયો ત્યારે નામાંકિત વકીલ અને લોહાણા મહાપરીષદના શોભાના ગાંઠિયા જેવા ગવર્નર અને વાઈસ ગવર્નર એવા યોગેશ લાખાણી અને પરેશ ભુપતાણી પણ સાથે હોવાના કારણે બીજા નંબરના ગુનેગાર અને જવાબદાર વ્યક્તિ તેઓ બને છે. સમાજ સેવાના નામ પર સમાજની સંસ્થાના નામે તાગડધિન્ના કરનાર આવા બેજવાબદાર વ્યક્તિઓને હવે લોહાણા સમજે ઓળખી લેવાની જરૂર છે અને અત્યારે થયેલા નુકશાન બદલ તેમની પાસેથી નાણા વસૂલ કરવા જોઈએ.
જયારે લોહાણા મહાપરીષદ દ્વારા આ કરાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેમાં રહેલી અનેક ત્રુટીઓ તોફાની તાંડવ દ્વારા વારંવાર ઉજાગર કરવામાં આવી હતી, આ સોદામાં ભારે નુકશાન આવશે તેવી ઢોલ વગાડી વગાડીને મોટા મોટા મથાળા હેઠળ સમાચાર છપાયા હતા છતાં માત્ર અને માત્ર કૌભાંડ કરવાના આશયથી પ્રવીણ કોટક અને તેમની મંડળી દ્વારા આ કાંડ કરવામાં આવ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે.
આ મામલે વર્તમાન પ્રમુખ સતીષ વિઠ્ઠલાણીએ શામ,દામ,દંડ નો ઉપયોગ કરી જરૂર પડ્યે તો સમાજના યુવાનોને અને વડીલો સાથે રાખી સોલા વિદ્યાપીઠ સામે લડીને પણ પોતાનો હક્ક લેવો જોઈએ તેવું સમાજનો એક મોટો વર્ગ માની રહ્યો છે.
Leave a Reply