કવયિત્રી જીજ્ઞા મહેતાના કાવ્યસંગ્રહ ‘શબ્દનો ઉજાસ’નું ૨૬ મે રોજ વિમોચન

કવયિત્રી જીજ્ઞા મહેતાના કાવ્યસંગ્રહ ‘શબ્દનો ઉજાસ’નું ૨૬ મે રોજ વિમોચન

Spread the love

કવયિત્રી જીજ્ઞા મહેતાના કાવ્યસંગ્રહ ‘શબ્દનો ઉજાસ’નું ૨૬ મે રોજ વિમોચન

અમદાવાદ સ્થિત ગુજરાતી ભાષાના જાજરમાન કવયિત્રી શ્રીમતી જીજ્ઞા મહેતાના કાવ્યસંગ્રહ ‘શબ્દોનો ઉજાસ’નું વિમોચન આગામી તા.૨૬ મે રવિવારના ના રોજ સાંજે ૫.૦૦ કલાકે અમદાવાદ ખાતે આવેલ હીરાલાલા ભગવતી સભાગૃહ, ગુજરાત વિશ્વકોશભવન, રમેશ પાર્કની બાજુમાં, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા ખાતે થશે.
નવભારત સાહિત્ય મંદિર પ્રકાશન દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પુસ્તકને ગુજરાતી ભાષાના મુઠ્ઠી ઊંચેરા કવિશ્રી હરદ્વાર ગોસ્વામીની સંસ્થા શબ્દશ્રી દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેનાર છે. આ અવસરમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા, ચંદ્રકાંત શેઠ, જયનારાયણ વ્યાસ, તથા ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામાત્રશ્રી જયેન્દ્રસિંહ જાદવ વ્યક્તિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
કાવ્યસંગ્રહ ‘શબ્દનો ઉજાસ’ના વિમોચન પ્રસંગે યોજેલ કવિ સંમેલનમાં ગુજરાતી ભાષાના નામાંકિત કવિશ્રીઓ કાવ્યપાઠ કરશે જેમાં કવિશ્રી માધવ રામાનુજ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, રક્ષા શુકલ, પારસ પટેલ, જીતેન્દ્ર જોશી, અશોક ચાવડા ‘બેદિલ’, જિગર ઠક્કર ‘ગઝલનાથ’, મનીષ પાઠક ‘શ્વેત’, ચેતન શુકલ તથા હરદ્વાર ગોસ્વામી પોતાની ગઝલો રજુ કરશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી હરદ્વાર ગોસ્વામી કરશે.
આ સમગ્ર કાર્યક્રમ ગુજરાતી ભાષાના ભાવકો માટે નિ:શુલ્ક રહેશે તથા વાહન લઈને આવનાર મિત્રો માટે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *