અમદાવાદ જીલ્લાની નાંદેજ બેઠક પર બળવાના એંધાણ : ભાવી પટેલ વિરુદ્ધ ઉગ્ર બનતો વિરોધ

અમદાવાદ જીલ્લાની નાંદેજ બેઠક પર બળવાના એંધાણ : ભાવી પટેલ વિરુદ્ધ ઉગ્ર બનતો વિરોધ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દરેક બેઠક પર રોજ કઈક નવા જૂનીના સમાચાર આવતા રહે છે, અમદાવાદ જીલ્લાની નાંદેજ બેઠક પરથી અગાઉ સદસ્ય અને ઉપપ્રમુખ રહી ચુકેલા ભાવીબેન નિખીલભાઈ પટેલ સામે અત્યારે ભારે રોષ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે, દસક્રોઈની બેઠક વર્ષોથી ક્ષત્રિયોનો ગઢ સમાન બેઠક ગણાતી હતી, જેને છેલ્લા કેટલાક વર્ષોથી પાટીદાર ઉમેદવારો યેનકેન પ્રકારે છીનવી લેવામાં આવી છે, વર્ષો સુધી સત્તાથી દુર રહેલા ક્ષત્રીય તથા ઠાકોર સમાજના અગ્રણીઓને આખરે મોડે મોડે ભાન થયું છે કે આ રીતે ભાજપ અને સંઘના આગેવાનો તેમના સમાજનું નિકંદન કાઢી રહ્યા છે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ભાવી પટેલ સત્તામાં હતા ત્યારે તેમના આપતી નીખેલ પટેલ દ્વારા જે રીતે બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો, બેફામ વાણીવિલાસ કરવામાં આવ્યો હતો તેને કારણે આજે ભાવીબેન પટેલનો વિરોધ તમામ ક્ષત્રિયો અને ઠાકોરો એકસંપ થઇ કરી રહ્યા છે. ખાનગીમાં મળેલી માહિતી મુજબ ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ સાથે થયેલ ગોઠવણ મુજબ ટીકીટ ભાવી પટેલ ને જ મળે તેવી શક્યતા છે જે એવું થાય છે તો નાંદેજ બેઠક પર ક્ષત્રીય અને ઠાકોર સમાજના આગેવાનો પોતાનો અસલ મિજાજ બતાવી બળવો કરી ભાવી પટેલને ઘર ભેગા કરવાની તૈયારી કરી રહ્યો છે. એક તરફ ક્ષત્રીય આગેવનો એક સંપ છે બીજી બાજુ ભાવી પટેલ પાસે એવો મજબૂત જનાધાર નથી કે એકલે હાથે ચૂંટણી જીતી શકે, નાંદેજમાં રેલ્વે ફાટકની સમસ્યાથી પીડિત ગામ લોકો અને આસપાસના ગામના લોકોને પણ વર્તમાન સમયમાં ભાજપથી થાક્યા હોય તેવું લાગે છે. આ વખતની ચૂંટણી માત્ર કમળના નિશાન પર જીતવી ખુબ જ અઘરી છે. જોઈએ હવે દસક્રોઈની નાંદેજ બેઠકના ભવિષ્યમાં શું લખ્યું છે અને કોણ અહી કોને મ્હાત આપે છે. ભાજપનું મોવડી મંડળ જો અહી જરા જેટલી પણ ભૂલ કરશે તો બેઠક ગુમાવશે તે નક્કી દેખાઈ રહ્યું છે.
Leave a Reply